તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:શિક્ષકોના પ્રશ્નો ત્રણ દિવસમાં નહી ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 ઓગસ્ટને 6 દિવસ વિત્યા છતાં પ્રશ્નો અણઉકેલ
  • માધ્યમિક અને ઉચ્ચ. માધ્ય. શિક્ષકોના પ્રશ્ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને લડત માટે જાણકારી અપાઇ

બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નોનો આગામી ત્રણ દિવસમાં ઉકેલ નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડામાસને આપી છે.

રાજ્યની બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ફરજ બજાવતા શિક્ષકો દ્વારા ગત તા.1થી 10 ઓગસ્ટ સુધી વિવિઘ પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે આંદોલન કરાયું હતુ બાદમાં શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવની સાથે બેઠક યોજાયેલી જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ(પૂનઃ નિયુક્તિ સહિત), હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જૂના શિક્ષકની લંબાયેલ ભરતી પ્રક્રિયા, આચાર્યની નિમણૂંક વખતે તા. 05-01-65ના ઠરાવ મુજબ તમામને એક ઈજાફાનો લાભ, જૂની પેન્શન યોજનાનો અમલની ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.

આ પડતર પ્રશ્નો 20 ઓગસ્ટ સુધીમાં ઉકેલવા શિક્ષણ સચિવે જણાવ્યું હતુ. આ મુદ્દતને આજે 6 દિવસ વિતી ગયા હોવા છતાં પડતર પ્રશ્નોમાં એક પણ પ્રશ્ન ઉકેલાયો નથી. આ અંગે કોઇ જાણ પણ કરવામાં આવી નથી. હવે આગામી 3 દિવસમાં પડતર પ્રશ્નનો સત્વરે ઉકેલ નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...