તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અધિકારી EWS‌નું સર્ટી આપવાની ના પાડે તો તેની સામે ફરિયાદ થશે

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 30 દિવસમાં રજૂઆતનો નિકાલ કરવાનો રહેશે
 • યોગ્ય વ્યક્તિને 10 ટકા અનામત માટેનું સર્ટીફીકેટ કોઈ સક્ષમ અધિકારી ના આપે તો ઉમેદવાર ન્યાય માંગી શકશે

ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગો કે અન્ય પછાત વર્ગોમાં આવરી લેવામાં આવી ન હોય એવી જાતિઓ પૈકીના આર્થિક નબળા વર્ગો માટે 10 ટકા અનામતની નીતિ અમલમાં મુકવામાં આવી છે આ નીતિ અનુસાર જ્યારે કોઈ સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરવામાં આવે અથવા તો ખોટું પ્રમાણપત્ર અપાયું હોય ત્યારે અરજદાર પોતાની રજૂઆત કરી શકે તે માટે જોગવાઈ કરવામાં આવી છે.

કોઈ સક્ષમ અધિકારી પ્રમાણપત્ર આપવાની ના પાડે અથવા તો ખોટું પ્રમાણપત્ર આપ્યું હોય ત્યારે અરજદાર કોઈપણ તાલુકા મામલતદાર, તેહસીલદાર, તાલુકા વિકાસ કે નાયબ નિયામક, સમાજ કલ્યાણ અધિકારી, અધિક કલેકટર, પ્રાંત અધિકારી નાયબ કલેકટર, જિલ્લા કલેકટર સહિતના વિભાગમાં એપેલેટ ઓફિસરને રજૂઆત કરી શકશે અને તેનો નિર્ણય પણ આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા 30 દિવસમાં કરવામાં આવશે.

આર્થિક રીતે નબળા વર્ગોના લાભાર્થીઓને 10% અનામત માટે પાત્રતા પ્રમાણપત્ર મેળવવાની માગણીને સક્ષમ અધિકારી દ્વારા જ્યારે નકારવામાં આવે તેવા સંજોગોમાં પોતાની અરજી અંગે અપીલમાં જઈ શકે છે તેની જાણકારી અરજદારને હોતી નથી. આથી જ્યારે સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણપત્ર મેળવવાની માગણી ન કરવા અંગેના કારણો દર્શાવતો પત્ર અરજદારને પાઠવવામાં આવે ત્યારે તેમાં અપીલની જોગવાઈ અંગેની જાણકારીનો પણ સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો