તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ઇફેક્ટ:કો'ક સાયકલ લઇને બિહાર જવા નીકળ્યું તો કોઇકે ઘરવખરી માથે મૂકી વતનની વાટ પકડી

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
હાય... મજબુરી સાયકલ પર બિહાર - Divya Bhaskar
હાય... મજબુરી સાયકલ પર બિહાર

હાય... મજબુરી સાયકલ પર બિહાર
બિહારના તેઈમુર જિલ્લાના કેસરી ગામના મનોજકુમાર બીન અને તેની પત્ની રીતાદેવી અને બાળક ભાવનગરના રૂપમ ચોક લાલ દવાખાનાની બાજુમાં રહે છે. રોજગારી ગઈ, અન્ન ખુટ્યુ એટલે આજે સાયકલની વ્યવસ્થા કરી પોતાના વતન જવા માટે પ્રયાણ કર્યું છે. તેમણે જણાવ્યું કે બસ કે ટ્રેન ભાડાના પૈસા કાઢી શકે તેમ નથી.
ચાડી ખાતી આંખો... તકલીફોનું દર્દ
કોરોના બીમારીનો તો ભય છે જ, પરંતુ એ સિવાયની પણ જનમાનસમાં અનેક મુશ્કેલીઓ છે. જેની ચાડી આ આંખો કેટલું બધું બયાન કરતી હોય છે. માત્ર તેમાં ઊંડા ઉતરવાનું હોય છે. 
ખબર નથી કે વતનમાં ક્યારે પહોંચશું એ સવાલ પણ બંને પૂછી રહ્યાં છે
બહેનનું હેત... સલામતિ માટે પરત
આવ મારા વ્હાલા. ઘણી તકલીફો વેઠી છે. હવે અહીં નથી રહેવું. ઘરે જઈશું ને હે ય મજા કરશું. તારા વિકાસ માટે જ અહીં આવ્યા હતા હવે તારી સલામતી માટે પાછા જતા રહીએ. નાનકડી બેન તેના ભાઈને હાથમાં તેડીને ઉભી છે પણ તેની આંખોમાંથી વંચાય છે કે ભાઈની સલામતી માટે પરત જઈએ.
વતનની સફરે... ઘર વખરી લઈ ઉપડ્યા
વતનનું વ્હાલ મેળવવા જાણે હંમેશ માટે ઉપડ્યા હોય તેમ મા-દીકરો ઘરવખરીનો બધો સામાન લઈ નીકળ્યા હતા. ત્યાં કેવી રીતે જીવશે એ તો એમને પણ ખબર નથી. 
બસ હવે તો અહીંથી ખસી જવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો