સમિક્ષા:RTIનો જો ખોટો ઉપયોગ થાય તો તે અટકાવો : વેપારી હેરાન ન થવા જોઇએ

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહરાજય મંત્રીએ કરી કાયદો-વ્યવસ્થાની સમિક્ષા
  • ભાવનગરમાં નવા ઉદ્યોગો માટે જમીન, સોલાર પોલીસી સહિતના પ્રશ્નો અંગે વેપારીઓ- ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા

ભાવનગર જિલ્લામાં વિકાસની ભરપુર તકો છે અને સરકાર પણ કામ કરવા કટીબધ્ધ છે ત્યારે વિકાસ અંગેનો કોઇ પ્રોજેકટ હોય તો તે રજુ કરો. વેપારીઓને કોઇ જાતની ખોટી કનડગત થશે નહીં. આર.ટી.આઇ.નો બદઇરાદેથી ઉપયોગ થતો હોય તો તેવા લોકો સામે પણ પગલા પરો. ગુજરાત પોલીસે ખુબ ટુંકા ગાળમાં 1600 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે અને ડ્રગ્સ સપ્લાયરોને સકંજામાં લીધા છે. યુવાધનને બરબાદ કરે તેવી કોઇ પ્રવૃતિ ચલાવી લેવાશે નહીં તેમ રાજયના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ શહેરના વેપારી અને ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું

તેમણે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા બાબતે સરકાર કોઇ બાંધછોડ કરવા માંગતી નથી. ચેમ્બર પ્રમુખ કીરીટ સોની, કોમલકાંત શર્મા, વિઠ્ઠલભાઇ મેંદપરા, દર્શક શાહ, હરેશભાઇ સહિતના વેપારી ઉદ્યોગોપતિઓએ ભાવનગરના વિકાસ પ્રશ્ને જમીન ઉપલબ્ધ કરવા સોલાર પ્રોજેકટ પોલીસી સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ગૌરવ શેઠ, ચેતન તંબોલી, ચીરાગ પારેખ, પીયુષ તંબોલી, મેહુલભાઇ વડોદરીયા સહિતનાએ મંત્રીનું બહુમાન કર્યું હતું

ભાવનગર પોલીસ ટીમની કામગીરીને બિરદાવતા મંત્રી
ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા દરમિયાન ભાવનગર પોલીસ બેડાના ડી.આઇ.જી અશોક યાદવ, એસ.પી જયપાલસિંહ રાઠોર અને ટીમની કામગીરીને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ બીરદાવી હતી.

ફીટ ઇન્ડીયા કાર્યક્રમમાં સહયોગની યુવરાજની ખાત્રી
રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહે જણાવ્યું હતું કે, ‘ ફીટ ઇન્ડીયા’ કાર્યક્રમમાં તંત્રના સહયોગ સાથે ‘ફીટ ભાવનગર’ કાર્ય માટે તેઓ તૈયાર છે અને જરૂરી તમામ સહયોગ આપશે.

અન્ય સમાચારો પણ છે...