તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:મંજુરી નહિ મળે તો આ વર્ષે અષાઢી બીજે જગન્નાથજીનો રથ માત્ર મંદિરમાં જ ફરશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સરકારમાં મંજુરી અંગે અરજી કરાઇ
  • તંત્રની મંજુરી મળશે તો રથયાત્રા શણગારેલા ટ્રકો, છકડા, વેશભુષા, જગન્નાથજી એકસપ્રેસ ટ્રેન અને વિવિધ આકર્ષક ફલોટો વિનાની રહેશે

આ વર્ષે કોરોનાની મહામારીની બીજી લહેરમાં કેસ ઘટવા લાગ્યા છે અને સરકાર દ્વારા મોટા ભાગના ધંધા, બજારોને મુક્તિ આપવામાં આવી છે.ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની મંજુરી મળશે તો આ વર્ષે અષાઢી બીજે ભગવાન ભકતોને દર્શન દેવા શહેરમાં ફરશે.અષાઢી બીજ એકજ દિવસ એવો દિવસ આવે છે. કે ભગવાન બહાર આવીને ભકતોને દર્શન આપે છે.મંજુરી નહિ મળે તો રથ મંદિરમાં ફરશે.

સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સરકારમાં, કલેટકર ઓફીસમાં અને ડીએસપીમાં રથયાત્રા કાઢવા અંગે પત્ર વ્યવહાર ચાલુ છે. અને મંજુરીની રાહ જોવામાં આવી રહી છે.

આ વર્ષ રથયાત્રા કાઢવા માટેની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવશે. તો રથયાત્રામાં રથ, સંતોના વાહનો, એક જીપ અધ્યક્ષની અને હાથીની સવારી સાથે રથયાત્રા કાઢવામાં આવશે. પણ રથયાત્રામાં શણગારેલા ટ્રકો, છકડા, વેશભુષા, રથયાત્રા એકસપ્રેસ ટ્રેન અને વિવિધ આકર્ષક ફલોટો આ વર્ષે સામેલ કરવામાં નહિ આવે અને કોરોનાની ગાઇડ લાઇનનુ સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

રથયાત્રા નીકળશે તો ભાવનગરના ભોઇ સમાજના 150 યુવકો દ્વારા રથને ખેંચવામાં આવશે. અને ભકતોને દર્શન કરાવવામાં આવશે. ભગવાનનો રથ ભોઇ સમાજના યુવકો 10 વર્ષથી ભગવાનના ખલાસી બનીને ખેંચી રહ્યા છે.

ભગવાન જગન્નાથજીની આ વર્ષે રથયાત્રાને મંજુરી આપવામાં આવશે. તો પણ રસ્તા પર સ્વાગત કરવા દેવામાં નહી આવે તેમજ સંક્રમણથી બચવા પ્રસાદી બનાવવામાં નહી આવે ફકત ભગવાનની નગરચર્યા જ નીકળશે.

અન્ય સમાચારો પણ છે...