તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકી:ભાવનગરમાં 18 તારીખ સુધીમાં મિનિ લોકડાઉન પૂર્ણ ના થાય તો 19મીથી વેપારીઓ કરશે સવિનય કાનૂન ભંગ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ વેપારી એસોસિએશનની બેઠકમાં 19મીથી દુકાનો ખોલવાનો નિર્ણય

રાજ્યભરની સાથોસાથ ભાવનગરમાં મિનિ લોકડાઉન કરવામા આવ્યું છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે પંરતુ લારી ગલ્લા સહિતના અનેક વેપારીઓ ધંધો કરે છે ત્યારે અન્ય વેપારીઓમાં ભારે નારાજગી ફેલાવા પામી છે.

સાગર કોમ્પ્લેક્ષ હોલમાં આવેલ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિવિધ વેપારી એસોસીએશનના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં મિનિ લોકડાઉનની મુદ્ત પૂર્ણ થયા બાદ તા.19મી થી જો દુકાનો સંપૂર્ણ ખોલવાનો નિર્ણય નહિ આવે તો તમામ વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરી પોતાની દુકાનો ખોલશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચેમ્બર દ્વારા પણ બપોર સુધી તમામ દુકાનો ખુલ્લી રાખવા સરકાર સમક્ષ માંગ કરાઈ હતી અને બપોર પછી સંપૂર્ણ લોકડાઉન અપાય તેવી પણ માંગ કરી હતી. આમ હવે ધંધો રોજગાર બંધ હોવાના કારણે વેપારીઓ ત્રાહિમામ થયા હોય તેમ રાજકોટના વેપારીઓના નિર્ણય બાદ હવે ભાવનગરના વેપારીઓએ પણ 19 મીથી સવિનય કાનૂન ભંગ કરી દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો છે.

ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ કિરીટભાઈ સોની દ્વારા જણાવ્યું હતું કે દરેક વેપારી અને સભ્યોની એક જ માંગ હતી મિનિ લોકડાઉનને કારણે એમની ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે જો આગામી 18 તારીખ પછી સરકારના નવા નોટિફિકેશનની અંદર બજાર ખોલવાની મંજૂરી નહીં આપવામાં આવે તો સવિનય કાનૂનભંગ ના રસ્તે જઈશું.

દુકાનો બંધ છે તો લારી ગલ્લાઓ ચાલુ છે છેલ્લા દોઢ વર્ષથી આર્થિક ભારણ નીચે દબાયેલા છીએ, ધંધા ઉપર પણ અસર પડી છે તેવા સંજોગોમાં હવે આર્થિક બોજા સહી શકાય તેવી સ્થિતિ નથી, ઇન્ડસ્ટ્રીઝઓને લાભો આપવામાં આવ્યા છે પણ અત્યાર સુધી વેપારીઓને લાભ આપવામાં આવ્યો નથી, એક બાજુ આવક નથી, ધંધા નથી અને બીલો ફટકારવામાં આવે છે આવનારા 18 તારીખે સરકારના નવા નોટિફિકેશનમાં બપોરે બે વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી નહીં આપવામાં આવે તો સવિનય કાનૂનભંગ કરશો તેવી ચીમકી આપી હતી. પરંતુ બે વાગ્યા પછી સંપૂર્ણ દુકાનો બંધ રાખવા પણ જણાવ્યું હતું કારણકે કરિયાણાની દુકાનો ચાલુ રહે અને લોકો કરિયાણાના નામે બીજા અનેક ધંધાઓ પણ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...