ભાજપ દ્વારા સામાન્ય રીતે એક વ્યક્તિ બે હોદ્દાને અથવા તો પરિવારવાદ છે દૂર રહેવાના પ્રયાસ કરે છે. જોકે, આ ચૂંટણીમાં તેવી નીતિને નેવે મુકાઈ છે. ભાજપ દ્વારા શહેર ભાજપના પ્રમુખના પત્નીને વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરતા શહેર ભાજપ પ્રમુખ પદેથી રાજીવભાઈ પંડ્યાનું રાજીનામું લેવાયું છે. જ્યારે ચૂંટણી સમયે ઉમેદવારી માટે નારાજ ક્ષત્રિય સમાજને રીઝવવા માટે ભાજપ મહામંત્રી ડી.બી.ચુડાસમને કાર્યકારી પ્રમુખ પદ સોપ્યું છે. પરંતુ તેઓનું મહામંત્રી પદ ખાલી જ રહેવાનું છે.
ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ પાસે ક્ષત્રિય સમાજમાંથી ઉમેદવારની માગણી સાથે લડત શરૂ હતી. પરંતુ આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી એક પણ ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર નહીં કરાતા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન માટે જાહેરમાં સમાજને અપીલ કરી હતી. આવી પરિસ્થિતિમાં ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખના પત્નીને ઉમેદવાર જાહેર કરતા ભાજપ પ્રમુખ પાસેથી પ્રમુખ પદ પરથી પક્ષ દ્વારા રાજીનામું લેવાયું હતું.
જેથી પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે ઘણા સંગઠન બહારથી પણ બળ કરતા હતા. પરંતુ એક કાકરે બે પક્ષી મારવા હોય તેમ સંગઠનનો વ્યક્તિ સંગઠનમાં રહે અને ક્ષત્રિય સમાજ પણ સચવાઈ જાય તે માટે શેર ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડી.બી.ચુડાસમાને જવાબદારી સોંપાય છે.
પરંતુ ડી.બી. ચુડાસમા જે સ્થાને હતા તે મહામંત્રી પદ ખાલી જ રહેશે તેવું ભાજપના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીએ છે કે, પ્રમુખ પદ માટે ભાજપ સંગઠનમાં જ મહામંત્રી સહિતના હોદ્દેદારો સિનિયોરીટી મુજબ હોવા છતાં ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજની નારાજગીને ડામી દેવા માટે ક્ષત્રિય સમાજનાને કાર્યકારી પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.