તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:મેં રસી લીધી હોત તો કોરોના થયો ન હોત, સાજા થયેલા વૃદ્ધાની વાત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હું તો મોતના મુખમાંથી પાછી આવી છું, શરિફાબેન ખોલીયા
  • સિવિલમાં દવા, કસરત, કાઉન્સિલિંગ અને સારવાર સારી

ભાવનગર સર ટી. હોસ્પિટલમાંથી 75 વર્ષિય વૃધ્ધાને કોરોનામાં ખૂબ તબીયત બગડ્યા બાદ શનિવારે સાજા થઇ ઘરે પરત ફરતા તેઓએ જણાવ્યુ હતુકે, હું તો મોતના મુખમાંથી પાછી આવી છું. શરીફાબેન ખોલીયા ઉમર વર્ષ 75ને શનિવારે હોસ્પિટલમાંથી રજા આપતી વખતે તેઓએ એક વાતચીતમાં જણાવ્યુ હતુકે, જો મેં કોરોનાની રસી લીધી હોત તો મને કોરોના થયો ન હોત. સર ટી. હોસ્પિટલમાં સારવાર, કસરત, કાઉન્સિલ, દવા, ઇન્જેકશન ટાઈમસર આપવામાં આવે છે. સ્ટાફ માયાળુ છે, સારી રીતે ધ્યાન રાખે છે. સારવાર ઉપરાંત બાથરૂમ જવા માટે, પાણી માટે જ્યારે પણ સ્ટાફની મદદ માંગતા હતા ત્યારે તેઓ હસતા મોઢે મદદ કરી રહ્યા હતા. તારીખ 28 એપ્રિલના રોજ તેઓની તબિયત લથડતાં સિદસર હોમીયોપેથી હોસ્પિટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા.

ત્યાં તેમને કોરોના છે તેવું સાબિત થયું અને ત્યાં 5 દિવસ બાદ આઇસીસીયુની જરૂર પડતાં અને સખત તબિયત ખરાબ થતાં વૃધ્ધાને સર ટી હોસ્પિટલ ખાતે તારીખ 3જી મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના મતે મને કોઈજ આશા નોતી કે હવે હું બચી શકીશ, પરંતુ સર ટી હોસ્પિટલમાં કેઝ્યુંલીટી આઇસીસીયુ ખાતે 6 દિવસ ડોક્ટર, રેસીડેન્ટ, નર્સિંગ સ્ટાફએ સંપૂર્ણ સારવાર કરી અને તારીખ 8 મેના રોજ સવારે 11 વાગે તેઓ કોરોનાથી મુક્ત થતા એમને રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...