તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જો સોના ચાંદીની દુકાન ખોલવા નહીં દેવાય તો હજારો કારીગરો વતનની વાટ પકડશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હીરાના કારખાના કરતા વધુ સોશિયલ ડિસ્ટન્સ સાથે સોના-ચાંદીના કારીગરો કામ કરે છે છતાં મંજૂરી નહીં

લગ્નસરાની મોસમ આવી રહી છે પરંતુ સોના-ચાંદીના કારીગરોની દુકાનો બંધ હોવાથી અનેક પરિવારને લગ્નમાં પણ ઘરેણાનો વિક્ષેપ પડ્યો છે. ભાવનગર શહેરમાં એક હજારથી પણ વધુ સોના-ચાંદીના કારીગરો છે. જે મોટાભાગના પરપ્રાંતીયો છે.

આંશિક લોકડાઉનને કારણે જો સોના-ચાંદીના કાર્યકરોની દુકાનો ખોલવામાં નહીં આવે તો વતન ભણી ચાલતી પકડેલા કામગીરોને કારણે સોના-ચાંદીના વ્યવસાયમાં મોટી આફત આવી પડશે. જેથી સોના-ચાંદીના કાર્યકરોને દુકાન ખોલવા મંજૂરી આપવા કલેકટરની સમક્ષ માગણી કરી છે.

કોરોના બેકાબૂ થતાં તેનું સંક્રમણ અટકાવવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો વ્યવસાયો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ છૂટછાટમાં ભેદભાવ હોય તેમ નિયંત્રણો હળવા અને કડક બનાવાયા છે. જ્યાં હજારો માણસો એકઠા થતા હોય એવા હીરાના કારખાનાને છૂટ આપવામાં આવી છે જ્યારે અન્ય કારીગરોને પાબંધી છે.

ભાવનગરમાં સોના-ચાંદીના મોટાભાગના કારીગરો પરપ્રાંતીય છે. રોજી-રોટી કમાવવા માટે પોતાનો પરિવાર વતનમાં છોડી ભાવનગર આવ્યા છે. પરંતુ અચાનક દુકાનો બંધ રાખવાનો નિર્ણય જાહેર થતા સોનાના દાગીનાનું કામ અધુરૂ રહી ગયેલ છે. જેથી કારીગરોને મજૂરી પણ મળેલ નથી. આવા કારીગરો એક દુકાનમાં બે થી ત્રણ જ બેસતા હોય છે.

હીરાના કારખાના કરતા વધુ ડિસ્ટન્સ જાળવીને કામ કરતા હોય છે. કારીગરોને તાત્કાલિક દુકાન ખોલવાની મંજૂરી નહીં આપવામાં આવે તો તેઓ પોતાના વતન જતા રહેશે. જેથી આગામી દિવસોમાં કારીગરની પણ અછત ઊભી થશે. અને સૌથી મોટો વેપાર કરતાં ધંધાને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડશે. જેથી સોના-ચાંદીના કારીગરોને દુકાન ખોલવા માટે જિલ્લા સુવર્ણકાર જ્વેલર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ માનસિંહભાઈ ચૌહાણે કલેકટરને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...