ભાવનગરની પ્રજાએ આ ત્રણ દિવસના ભાવનગર જન્મોત્સવમાં પ્રેમ આપ્યો છે તે સ્મરણીય છે. આ પ્રેમને હું કયારેય નહીં ભુલુ અને ભાવનગરનો આ ઋણ સ્વીકાર હંમેશા યાદ રાખીશ અને તે માટે ભાવનગરને જે આપવુ પડે, ભાવનગર માટે જે લાવવુ પડે અને ભાવનગર માટે જે કરવુ પડે તે માટે હું પ્રયત્નશીલ રહીશ તેમ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ ભાવનગરના કાર્નિવલના સમાપન સમારોહમાં જણાવ્યું હતુંત ભાવનગરના બોરતળાવ ખાતે ત્રણ દિવસ દરમિયાન યોજાયેલા ભાવનગરના જન્મદિવસની ઉજવણીના સમારોહમાં રાજયપાલ, મુખ્યમંત્રી, પ્રભારીમંત્રી અને અનેક મહાનુભાવો તથા રાજવી પરીવાર જોડાયો હતો.
ગુજરાતભરના કલાકારો અને ગીતસંગીત તથા હાસ્યરસના કલાકારોએ વિનામુલ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં દરરોજ હજારો ભાવનગરી પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે આ ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન ભાવનગર જન્મોત્સવ સમિતિની જહેમતને બીરદાવી તેમણે આ યાદગાર કાનિર્વલ એ સમિતિનો કે મારો નહીં પણ સમગ્ર ભાવનગરની પ્રજાનો કાર્નિવલ છે તેમ જણાવી સાથ-સહકાર આપનાર સૌ નો આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમની નોંધ લેવા વલ્ડ રેર્કડ બુકના પ્રતિનીધીઓ પણ હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.