ચૂંટણી ટાણું:ખોટું બોલવું પડે તે માટે મારે મુખ્યમંત્રી પદ નથી જોઇતુ; પરસોતમભાઇ સોલંકી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાછળ પાછળ ફરવાનો સ્વભાવ નહીં માટે મોદીની સભામાં નહિ
  • નરેન્દ્ર મોદી સાથેના નિકટ સંબંધ છતાં સ્વભાવમાં ફરક: વર્ચસ્વ ઘટાડવાના પ્રયાસ નિષ્ફળ

કોળી સમાજના કદાવર નેતા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય પરસોતમભાઈ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના નિકટ સંબંધ અને બંને વચ્ચેના અંતરનું મીડિયા સમક્ષ ખુલ્લેઆમ સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, મોદી સાથે તેઓના નિકટસબંધ છે પરંતુ બંને વચ્ચેના સ્વભાવમાં ફરક હોવાને કારણે વારંવારમાં વિવાદમાં સપડાય છે. તેમજ તેઓએ મુખ્યમંત્રી બનવા માટે સ્પષ્ટપણે ના ભણી દીધી હતી અને મુખ્યમંત્રી બને તો તેઓને ખોટું બોલવું પડે તેવુ નહીં કરવા માટે મુખ્યમંત્રીપદ સ્વીકાર્ય નહીં હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં 20 થી 22% કોળી સમાજના મતદારો હોવા છતાં અને કોળી સમાજનું પ્રભુત્વ હોવા છતાં ભાજપના શાસનમાં આજ સુધી કોળી સમાજને મુખ્યમંત્રી પદ નહીં મળવા પાછળ કોળી સમાજના કદાવર નેતા ધારાસભ્ય પરસોતમભાઈ સોલંકીએ કોળી સમાજના કોઈ વ્યક્તિનું વર્ચસ્વ નહીં હોવાનું જણાવી પોતે પણ મુખ્યમંત્રી નહીં બનવા ઇચ્છતા હોવાનું ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી બને તો તેઓને ખોટું બોલવું પડે તેમ પણ તેઓએ સત્તાધારી પક્ષના હોવા છતાં રાજકારણની વાસ્તવિકતા રજૂ કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી નરેન્દ્ર મોદી અને પરસોતમ સોલંકી એક મંચ પર નહિ હોવા પાછળ પણ બંને વચ્ચેના અલગ અલગ સ્વભાવ તેમજ તેઓને કોઈની પાછળ પાછળ ફરવા કે લોલાપાપી કરવા ગ્રાહ્ય નહીં હોવાને કારણે સ્વભાવગત મંચ પર નહીં હોવાનું જણાવ્યું હતું.n પરસોતમ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેવા હોય તેવા પણ સિંહ સાથે તુલના કરી હતી. તેમજ કોળી સમાજમાં તેઓનું કદ ઘટાડવા સમાજના અન્ય આગેવાનોને ઉભા કરવાનો પણ પ્રયાસ થયો હોવાનું જણાવ્યું હતું.

કાલની મોદીની સભાના મંચ પર સોલંકી રહેશે ?
આગામી 23મી ના રોજ ભાવનગર ખાતે ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું છે ત્યારે ધારાસભ્ય અને ઉમેદવાર પરસોતમ સોલંકી મંચ પર રહેશે કે ભૂતકાળની જેમ મંચ પર જવાનું પસંદ નહીં કરે ? તે માટે પણ રાજકીય વર્તરોમાં ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...