તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ભાવનગરમાં જૂની અદાવતે પિતા-પુત્રો પર હિચકારો હુમલો, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બે વ્યક્તિઓ વચ્ચે વૈમનસ્ય અને જૂની અદાવતે પિતા-પુત્રો પર 6 શખ્સોએ હુમલો કર્યો

ભાવનગર શહેરના એક વિસ્તારમાં સરકારી જમીનના કબ્જા મુદ્દે બે વ્યક્તિઓ વચ્ચે વૈમનસ્ય અને જૂની અદાવતે પિતા-પુત્રો પર 6 શખ્સોએ હુમલો કર્યો છે. તથા ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમાં ઈજાગ્રસ્તે ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

માથાકૂટ કરી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો

સમગ્ર બનાવ અંગે પોલીસ મથકે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના બોરતળાવ સ્થિત ધોબીઘાટ વિસ્તારમાં રહેતા અને વાહન રીપેરીંગનું ગેરેજ ધરાવતા મહેબૂબ ભીખુ બલોચે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે જુના બંદર રોડ પર જીએમબીની માલિકીની જગ્યામાં પોતે વાહન રીપેરીંગનું ગેરેજ ધરાવે છે. જેમાં આ જમીન મુદ્દે સાજીદ ઉર્ફે કલ્લુ મજીદ પણ દાવો કરતો હોય અને અગાઉ આ મુદ્દે બે-ત્રણ વાર માથાકૂટ કરી ચૂક્યો છે. તેમાં ગઇકાલે ભૂપી ચુડાસમા, યુવરાજ ચુડાસમા, સાજીદ, સાજીદનો ભાઈ તથા કડી વાળો ડ્રાઈવર ગેરેજે આવી માથાકૂટ કરી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી તથા પુત્રોને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ અંગે પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...