તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:ગારિયાધારના માંગુકા ગામે છરીના ઘા ઝીંકી પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

ભાવનગર7 દિવસ પહેલા
  • છાશવારે થતી ચડભડ હત્યા સુધી પહોંચી
  • હત્યારા પતિને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંગુકા ગામે પતિ-પત્ની વચ્ચે રોજબરોજ થતો ઘરકંકાસ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ પત્ની પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાસી છુટ્યો હતો.

સમગ્ર બનાવ અંગે ગારિયાધાર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, ગારિયાધાર તાલુકાના માંગુકા ગામે શ્રમજીવી જીવરાજ જાદવ રાઠોડ પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવે છે આશરે 65 વર્ષિય જીવરાજને તેની પત્ની તેજુબેન સાથે ઘરકંકાસ મુદ્દે છાશવારે ચડભડ થતી હોય જેમાં ગત મોડી રાત્રે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિ જીવરાજ છરી સાથે પત્ની તેજુબેન પર તૂટી પડ્યો હતો અને છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને હત્યારો પતિ પત્નીની હત્યા કરી નાસી છુટ્યો હતો.

આ અંગે મૃતક મહિલા ના ભત્રીજા તુલસીદાસ રામજીભાઈ રાઠોડે તેનાં કાકા જીવરાજ વિરુદ્ધ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 302, 324 તથા જીપીએકટ 135 મુજબ ગુનો નોંધી હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

12 વર્ષની દિકરી વચ્ચે પડતાં થઈ ઈજાગ્રસ્ત
તેજુબેનને ઈજાગ્રસ્ત હાલતે સારવાર માટે ભાવનગર લાવવામાં આવી રહ્યાં હતા ત્યારે તેમણે તેમના ભત્રીજાને જણાવ્યું હતું કે, મારે તારા કાકા સાથે ઘણાં સમયથી અબોલા હતા હું સાંજે વા‌ળું કરીને સુતી હતી અને બાજુમાં જીતુભાઈની દિકરી રેશમાબેન સુતી હતી ત્યારે તારા કાકા મારી પાસે આ‌વીને બોલાચાલી કરી તેમના હાથમાં રહેલી છરીના ઘા મારી દીધાં અને જીતુભાઈની દિકરી રેશમા વચ્ચે પડતા તેને પણ છરી મારી દીધી હતી. જે બાદ તમે બધા આવી જતા તેઓ જતાં રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...