ચિત્રામાં દંપત્તિની ઝપાઝપીમાં પતિને છરી વાગી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પત્નિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.રાજનગર ચિત્રામાં રહેતા અને લારીમાં શાકભાજીનો વ્યવસાય કરતા કૈલાસબેન અલ્પેશભાઈ ચાવડાના બે વર્ષ પહેલા જ્ઞાતિમેળે છુટાછેડા થઈ ગયા હતા અને તેની સાથે લારી ભરતા સુનિલ રાજુભાઈ વાઘેલા સાથે તેમને પરિચય થયેલો અને એક વર્ષથી પ્રેમસંબધ થતાં છેલ્લા બે મહિનાથી તેઓ સાથે રહેતા હતા.
ગત રાત્રીના 9 વાગ્યાના અરસામાં સુનિલ દારૂ પીને આવ્યો હતો અને દેકારો કરતો હતો અને ઘરે રહેલી છરી લઈ પોતાના જ હાથમાં મારી દેશે તેવી ધમકી આપતા તેમણે સુનિલના હાથમાંથી છરી આંચકી લીધી અને એ વખતે તેણે પણ છરી લેવાનો પ્રયાસ કરતા બંન્ને વચ્ચે ધક્કા મુક્કી થઈ અને સુનિલ તેમના પર પડતા તેમના હાથમાં રહેલી છરી સુનિલના પેટમાં વાગી જતા પેટના આંતરડાં બહાર આવી ગયા હતા. જે બાદ ઈમર્જન્સી 108 મારફત તેને સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો અને આ અંગે બોરતળાવ પોલીસે કૈલાસબેન અલ્પેશભાઈ ચાવડા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.