તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:પત્નિને મરવા મજબુર કરવાના કેસમાં પતિને 10 વર્ષની સખત કેદ

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પતિને અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોય પ્રેમિકા અને પતિએ પત્નીને ત્રાસ આપતા ઝેરી દવા પી આપઘાત કરેલ

પાલિતાણા ખાતે રહેતા પતિને અન્ય સ્ત્રી સાથે અાડાસંબંધ હોય જે છોડી દેવા પત્નીઅે કહેતા પતી તથા તેના પ્રેમીઅે મળી તેણીને શારીરીક-માનસીક ત્રાસ અાપતા જેનાથી કંટાળી તેણીઅે અનાજમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ અાપઘાત કરી લીધેલ જે અંગેનો કેસ ગુરૂવારે ભાવનગરની અદાલતમા ચાલી જતા કોર્ટે અારોપી પતિને કસુરવાન ઠેરવી પત્નીને મરવા મજબુર કરવા અંગે 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.અા બનાવ અંગે ફરિયાદી વીરેન્દ્રસિંહ ઘનશ્યામસીંહ રાણા (રહે.લીંબડી,તા.સુરેન્દ્રનગર) વાળાઅેઅા બનાવ અંગે ઉપરોકત અારોપીઅો સામે જુદી જુદી કલમો હેઠળ અારોપી ધર્મેન્દ્રસીંહ ઉર્ફે અોમદેવસીંહ સરવૈયાને અારોપી જયશ્રીબેન ઉર્ફે પૂજા ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી સાથે અાડા સંબંધ હોય જેથી ફરિયાદીની દિકરી રાજેશ્રીબા ઉર્ફે ટીનાબા ધર્મેન્દ્રસીંહ ઉર્ફે અોમદેવસીંહ મહાવીરસિંહ સરવૈયા કે જે અારોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે અોમદેવસીંહના પત્નિ છે.

તેણે તેના પતિ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે અોમદેવસિંહને અારોપી જયશ્રીબેન સાથે અાડા સંબંધ નહિ રાખવા અને અાડા સંબંધો તોડી નાખવા માટે અવાર નવાર કહેતા હોય જેથી અારોપીઅો ફરિયાદીની દીકરી રાજેશ્રીબા ઉર્ફે ટીનાબાને અવાર નવાર શારીરીક-માનસીક ત્રાસ અાપી ઝઘડો કરી હેરાન પરેશાન કરતા અને ગત તા.23/8/2013 ના રોજ અા બાબતે ફરિયાદીની દિકરીઅે અારોપીઅો મહાવીરસીંહ હંસાબા તથા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે અોમદેવસિંહનો ત્રાસ સહન ન થતા મરવા માટે મજબુર કરતા તેણીઅે ગત તા.23/8/2013 ના રોજ જાતેથી અનાજમાં નાખવાની ટીકડી ખાઇ જતા સારવારમાં ભાવનગર સ્ટરલીંગ હોસ્પીટલમાં દાખલ કરેલ.

જયા સારવાર દરમિયાન મરણ ગયેલ છે. અને મરણ જનારે પીધેલ અનાજમાં નાખવાની ટીકડીઅો જેમાંથી વધેલ ટીકડીઅો અારોપી ધર્મેન્દ્રસીંહે ફેંકી દઇ પુરાવાનો નાશ કરી ગુન્હામાં અારોપીઅોઅે અેક બીજાને મદદગારી કર્યાનો ગુન્હો દાખલ થયો હતો. જે અંગેનો કેસ ભાવનગરના પ્રીન્સીપલ ડીસ્ટ્રીકટ અેન્ડ સેસન્સ જજ અાર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા કોર્ટે જીલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો ,પુરાવાઅો વગેરેને ધ્યાને લઇ મુખ્ય અારોપી ધર્મેન્દ્રસીંહ ઉર્ફે અોમદેવસીંહ મહાવીરસીંહ સરવૈયાને 10 વર્ષની સખત કેદની સજા અને રુપીયા 20000 રોકડા દંડનો હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો