તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:સિહોરની પરિણીતાને મરવા મજબુર કરનાર પતિને 10 વર્ષની કેદની સજા

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • {એક વર્ષ પહેલા પરિણીતાને શારીરીક-માનસિક ત્રાસ આપતા તેનાથી કંટાળી ફાંસો ખાધો હતો

એકાદ વર્ષ પૂર્વે સિહોરની પરણિતાને પતિ સહિતનાં સાસરીયાઓએ શારિરીક અને માનસીક ત્રાસ આપતા પરણિતાએ કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લિધો હતો. બનાવ અંગે મરણ જનારની માતાએ જે તે સમયે સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતાં અદાલતે મુખ્ય આરોપી પતિ સામેનો ગુનો સાબીત માની આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામનાં આરોપીઓ પૈકીના હરેશભાઇ કાબાભાઇ ઉર્ફે કલ્પેશભાઇ પરમાર (જાતે કોળી, ઉ.વ.32, રે. હાલ વેલનાથ સોસાયટી સિહોર મૂળ વતન ખરકડી ગામ, તા. ઘોઘા) ના આ કામના ફરિયાદી રાધાબેન રાજુભાઇ ચૌહાણ,(રે.કાળિયાબીડ શક્તિમાતાના મંદિર પાસે ભાખલપરા રોડ, ભાવનગર મુળ વતન સીદસર તા. જી. ભાવનગર) ની દિકરી મરણ જનાર કાજલબેનના પતિ થતા હોય તેમને અન્ય કાબાભાઇ ઉર્ફે કલ્પેશભાઇ મનજીભાઇ પરમાર, તથા ઉષાબેન, તેઓના સાસુ-સસરા થતાં હોય, , મીલનભાઇ, દિયર થતાં હોય તેઓએ મરણ જનારને તેમનાં માં-બાપના ઘરે કેમ અવાર નવાર જાવ છો. તેમ કહી, તેણીની ઉપર ખોટા વ્હેમ કરી, અપશબ્દો કહી, શારિરીક અને માનસીક ત્રાસ આપતાં કાજલબેને ગત તા. ૧૦-૦૧-૨૦૧૯ના રોજ તેણીના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લિધો હતો.

પરણિતાને મરવા મજબુર કરી એકબીજાને મદદગારી કરતાં ઉક્ત સાસરીયાઓ સામે ફરિયાદી રાધાબેન ચૌહાણે જે તે સમયે સિહોર પોલીસમાં ગુનો નોંધાવતા પતિ, સાસુ, સસરા અને દિયર સામે પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.મુખ્ય આરોપી હરેશ કાબાભાઇ ઉર્ફે કલ્પેશભાઇ પરમારને કસુરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂપીયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો