તળાજાના બોરડા ગામેથી દસ દિવસ પૂર્વે વાડી વિસ્તારના કુવામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેતી કામ સાથે સંકળાયેલા પરિવારની મહિલાએ કુવામાં ઝંપલાવી આપઘાત કર્યાંના બનાવ બાદ દિકરીના પિતાએ દાઠા પોલીસમાં તેની દિકરીને તેના પતિ, સાસું અને સસરાએ મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ દાઠા પોલીસે તેમની ધરપકડ કરી જેલ હવાલે કર્યાં હતા.
બોરડા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા રંભાબેન વલ્લભભાઈ ભાલિયા (ઉ.વ.35)એ ગત તા.3/8ના રોજ વહેલી સવારે કમરે બેલું બાંધી કુવામાં પડી આપઘાત કરી લીધો હતો. આ બનાવના થોડા દિવસો બાદ રંભાબેનના પિતા જીણાભાઈ રાજાભાઈ વાસીયા (રહે. તલ્લી ગામ, તા. તળાજા)એ દાઠા પોલીસમાં તેમના જમાઈને આડો સંબંધ હતા તથા તેની દિકરીના પતિ અને સાસું-સસરા દ્વારા અવાર-નવાર કોઈ પણ બાબતે ઝઘડો કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા અને તેનાથી કંટાળી જઈ તેમની દિકરી મરવા મજબુર થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે દાઠા પોલીસે મૃતક રંભાબેનના પતિ વલ્લભ શામજીભાઈ ભાલિયા, શામજી ભગવાનભાઈ ભાલિયા અને શાંતુબેન શામજીભાઈ ભાલિયા (તમામ રહે. બોરડા)ની ધરપકડ કર્યાં બાદ ભાવનગર જેલ હવાલે કર્યાં હતા. જ્યારે પોલીસની પુછપરછમાં અવાર-નવાર ઘરકંકાસથી કંટાળી રંભાબેન આ પગલું ભર્યું હોવાનું સાસરિયાઓ તરફથી ખુલ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.