તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:ચાર વર્ષથી પિયરમાં રહેતી પત્નીની ગળુ કાપી પતિએ હત્યા કરી, પતિ મારકૂટ કરતા પિયર જતી રહી હતી

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે ચાર વર્ષથી પિયરમાં રહેતી પતિએ ગળુ કાપી હત્યા કર્યાની ઘટના બની છે. પત્નીની હત્યા નિપજાવી પતિ ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ મૃતકના પિતાએ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બરવાળા ગામે સાસરું ધરાવતી શોભાબેન ઘનશ્યામભાઈ ચુડાસમા (ઉ.વ.35)ને તેનો પતિ ઘનશ્યામદાનુ ચુડાસમા કામ ધંધો ન કરતો હોય અને વારંવાર દારૂ પી મારકુટ કરતો હતો. જેથી કંટાળીને શોભાબેન સંતાનો સાથે ચાર વર્ષ પૂર્વે પિતાના ઘરે આવી ગઇ હતી. તેઓ હરગોવિંદ લાભશંકર લાધવાની વાડીએ મજૂરી કામ કરતા હતા. ત્યારે ગત રાત્રીએ ઘનશ્યામ દાનુ આવ્યો હતો અને પત્ની શોભાબેન સાથે ઝગડો કર્યો હતો.

ઝગડો વધુ ઉગ્ર બની જતાં ઘનશ્યામ દાનુએ શોભાબેનું ગળુ કાપી હત્યા કરી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જે અંગેની ફરિયાદ શોભાબેનના પિતા બીજલ મકવાણાએ તળાજા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે હત્યાની કલમ સહિતના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો