નજીવી બાબતે હુમલો:ભાવનગરના કુંભારવાડામાં ઘરનું ભાડુ ચુકવવા જણાવતાં પતિએ પત્નીને માર માર્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઈજાગ્રસ્ત પરિણીતાએ પતિ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક શ્રમજીવી મહિલાએ તેના પતિને મકાન માલિકને ભાડુ ચુકતે કરવા જણાવતાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. જેથી પરિણીતાએ સર.ટી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ પતિ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોતીતળાવ શેરીનં-7 કાદરી મસ્જિદ પાસે ભાડાના મકાનમાં રહેતી મહિલાએ તેના પતિ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તે તેના ઘરે સાડી ભરતની મજૂરી કરે છે જયારે પતિ છુટક મજૂરી કરે છે. હાલમાં આર્થિક સંકડામણ હોય આથી તેઓ જે મકાનમાં રહે છે એ મકાનનું બે મહિનાનું ભાડુ ચડી જતાં મકાન માલિક ભાડુ લેવા આવ્યો હતો. જેથી પરિણીતા એ પતિને જણાવ્યું કે, મકાન માલિકને ભાડુ કેમ નથી ચુકવતા ? રૂપિયા રળીને કયાં નાંખો છો ? આ વાતથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને બિભત્સ ગાળો આપી હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. જોકે, પડોશી મહિલાએ વચ્ચે પડી મહિલાને છોડાવી સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં લાવી હતી જયાં સારવાર બાદ પરણીતાએ પતિ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પતિને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...