હાલાકી:વાવાઝોડાથી શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ, ગામડાઓમાં હજી વીજળી વેરણ, લોકોની અજવાળા કરવા માંગ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી હોસ્પિટલોના કોરોના વોર્ડના 62.9 ટકા બેડ ખાલી થોડા દિવસો પહેલા દર્દીઓને એક પણ  બેડ મળતો ન હતો - Divya Bhaskar
સરકારી હોસ્પિટલોના કોરોના વોર્ડના 62.9 ટકા બેડ ખાલી થોડા દિવસો પહેલા દર્દીઓને એક પણ બેડ મળતો ન હતો

ભાવનગરમાં તાઉ તે વાવાઝોડા બાદ મોટાભાગની સ્ટ્રીટલાઈટો બંધ છે. જિલ્લાના અનેક ગામોમાં હજી વીજળી પુન: શરૂ થઈ નથી ત્યારે અંધારૂ ભગાડો-વીજળી લાવોનો પ્રજાનો પોકાર છે પણ ભાવનગરની સર ટી. હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દર્દીઓની સંખ્યા ઘટી જતા અમુક વોર્ડની લાઈટ રાત્રે બંધ કરવામાં આવી છે ત્યારે હોસ્પિટલના ડોકટર અને પેરામેડિકલ સ્ટાફે આ તસવીર મોકલી એવી આશા વ્યક્ત કરી છે કે સર ટી. હોસ્પિટલમાં આ અંધારૂ કાયમ રહે.

કોરોનાની બીજી લહેરના પીક સમયમાં મે મહિનામાં જ સર ટી.ના ટ્રોમા વોર્ડમાં દર્દીઓ વેઈટીંગ રહેતા હતા અને 800થી વધુ બેડ હોવા છતાં સર ટી. હોસ્પિટલનો એક પણ બેડ મળતો ન હતો. હાલમાં સર ટી. હોસ્પિટલના કોરોના વોર્ડમાં 800થી વધુ બેડ છે જેમાં 530 થી વધુ બેડ ખાલી છે. શહેરની સર ટી. હોસ્પિટલની જેમજ લેપ્રસી હોસ્પિટલ અને રેલવે હોસ્પિટલમાં પણ દર્દીઓ નહીંવત છે.​​​​​​​

ત્રીજી લહેર આવે તે પહેલા બાળ વોર્ડની સુવિધા વધારો
કોરોનાની બીજી લહેર આવી અને ગઈ પણ આ બીજી લહેર માટે તંત્ર પુરી રીતે સજ્જ ન હતું એને કારણે મૃત્યુઆંક ખૂબ વધારે થયો છે. ત્રીજી લહેર આવતા હજી ઘણો સમય લાગશે અને આ ત્રીજી લહેરમાં બાળ દર્દીઓની સંખ્યા વધે તેમ છે ત્યારે ત્રીજી લહેર આવે તે પહેલા સમય છે ત્યારે સર ટી. હોસ્પિટલના બાળકોના વોર્ડની સુવિધા વધારવી જરૂરી છે.

ખાનગી હોસ્પિટલોની બોલબાલા પુરી
હોટલોને હોસ્પિટલમાં કન્વર્ટ કરી શહેરમાં અનેક ખાનગી હોસ્પિટલો ઊભી થઈ ગઈ હતી કોરોનાના કેસો ઘટતા આ હોસ્પિટલોની બોલબાલા પુરી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...