મોન્સૂન ઇફેક્ટ:ભાવનગરમાં હવામાં ભેજનું પ્રમાણ 91 ટકા નોંધાયું, બપોર અને રાતના તાપમાન વચ્ચે માત્ર 4 ડિગ્રીનો તફાવત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન ઘટીને 30.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થયુ તો રાત્રે ઉષ્ણતામાન 26.6 ડિગ્રી રહ્યું : પવનની ઝડપ 6 કિ.મી. નોંધાઈ

ભાવનગર શહેરમાં સતત વાદળછાયા અને વરસાદી વાતાવરણને લીધે શહેરમાં બપોરના મહત્તમ અને રાતના લઘુત્તમ ઉષ્ણતામાન વચ્ચે માત્ર 4 ડિગ્રી સેન્ટીગ્રેડનો જ તફાવત જોવા મળતા ઇંગ્લિશ વેધરનો અનુભવ આજે ભાવેણાવાસીઓને થયો હતો. આખો દિવસ લગભગ એક સમાન ગરમીનો અનુભવ થયો હતો.

શહેરમાં આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસતા રહ્યાં હતા. સૂર્યનારાયણ આજે આકાશમાં ઘટાટોપ વાદળો વચ્ચે જ રહેતા તડકો અદ્રશ્ય રહ્યો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધુ ઘટીને 30.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ઼ હતુ. જેથી બપોરે ગરમી ગાયબ થઇ ગઇ હતી.

ભાવનગર શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ પણ વધીને 91 ટકા નોંધાયું હતુ. જેથી સમશીતોષ્ણ વાતાવરણનો અનુભવ આજે સવારથી રાત સુધી શહેરીજનોને થયો હતો. શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જ્યારે પવનની ઝડપ ગઇ કાલે 14 કિલોમીટર હતી તે આજે ઘટીને માત્ર 6 કિલોમીટર થઇ ગઇ હતી.

બપોરે તાપમાનમાં ઘટાડો

તારીખમહત્તમ તાપમાન
8 જુલાઇ30.6 ડિગ્રી સેન્ટીગ્રેડ
7 જુલાઇ32.1 ડિગ્રી સેન્ટીગ્રેડ
6 જુલાઇ33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ
5 જુલાઇ33.7 ડિગ્રી સેન્ટીગ્રેડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...