ભાવનગરની બિમ્સ હોસ્પિટલના ડોકટરોની ભારે જહેમત બાદ કોવીડ પછીની ગણાતી ગંભીર બિમારી એટલે મ્યુકરમાયકોસીસના દર્દીને જડબા થી લઈ ખોપરીના નીચેના ભાગ સુધી પ્રસરી ગયેલા રોગમાં ગંભીર હાલતના દર્દીને ઓપરેશન કરીને ફરી સ્વસ્થ કરવામાં આવ્યા હતા. ગીતાબહેન એવું જ કહે છે મારી દિકરી ના ભાગ્ય હશે ને સાહેબ એટલે હું જીવી જાણી એપ્રીલ મહિનામાં સોમવારે ભરચક ઓપીડીમા એક સાવ સામાન્ય દેખાતા આધેડ વયના પતિ પત્નિ આવ્યા , ગીતાબહેનને ચેક કરી ને જ મને ખબર પડી ગઈ, આ ખૂબ જ આગળ પ્રસરી ગયેલો કોવીડ પછી નો ઘાતક રોગ મ્યુકરમાયકોસીસ છે.
MRI & CT scan પર થી અને બહેનના શરીરની બીજી systemic conditions જોઈને મે દર્દી તથા એના સગા ને સમજાવ્યુ કે આ રોગ જડબા થી લઈ ખોપરીના નીચેના ભાગ સુધી પ્રસરી ગયો છે અને દર્દી ની હાલત ઘણી ગંભીર છે. દર્દી એ મને કહ્યું સાહેબ, થોડા દિવસ પહેલા મારૂં એક ઓપરેશન તો થઈ ગયું છે , દવાખાનામાં દસ દિવસનું રોકાણ પણ થયું હતું , તેમ છતાં આ રોગ પાછો થયો મને સાહેબ મારા 20 વર્ષ ના લગ્નજીવન પછી છેક ભગવાને મારા ઘરે પારણું બાંધ્યુ છે મારી નાની 4 મહીના ની દિકરી છે એનુ શું થશે સાહેબ તમે ગમે તેમ કરી ને મને જીવાડો સાહેબ. આ સાંભળીને એક મીનીટ માટે મારી અંદર નો સર્જન એવું કહેતો હતો કે કેસ ઘણો ક્રિટીકલ છે જ્યારે મારી અંદર ની માનવતા એવું કહેતી હતી કે આપણે આપણું બેસ્ટ કરીએ બાકી ઈશ્વર સાથે જ છે.
દર્દી સ્વસ્થ થઇ ઘરે ગયા ત્યારે સ્ટાફની ખુશીનો પાર ન રહ્યો
જ્યારે હું રાઉન્ડમાં જાઉ ત્યારે ગીતાબહેન દરેક વખતે એક જ વસ્તુ કહેતા સાહેબ મારે ઘરે જવું છે, મારી 4 મહીનાની નાની ઢીંગલી ને મારી જરૂર છે સાહેબ.તમે મને ઘરે સાજી કરી ને મોકલશો ને ? જાણે સાક્ષાત કુદરત અમારી સાથે હતી. આ કેસમાં 25 દિવસના હોસ્પીટલ રોકાણમાં દર્દી ની તબીયતના ઘણા ઉતાર ચઢાવ પછી ગીતાબહેન સ્વસ્થ થઈ ને એમના ઘરે ગયા ત્યારે મારી સાથે જોડાયેલા બીજા ડોક્ટરો ડો. નિલવ શાહ ,ડો. ગોપાલ પરમાર ,ડો. અનેરી વૈદ્ય ,ડો. ક્રિષ્ના કોટડીયા ,ડો. વિશાલ ગોહીલ, ડો. રાજેશ મુંજપરા તેમજ મેડીકલ ઓફીસર , નર્સીંગ સ્ટાફ, દરેક ને ખુશી થઈ.દરેક દર્દી ને સર્વોતમ સારવાર આપવી એ દરેક ડોક્ટરનું લક્ષ્ય માત્ર હોય પણ આવા એકાદ કેસમાં ડોક્ટર પોતાની આવડત સાથે લાગણી અને પ્રાર્થના રેડી દેતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.