તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનિય:માનવ સેવા એ સૌથી મોટી ઈબાદત-બંદગી છે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં મુસ્લિમ સમાજના કેટલાક સેવાભાવીના પ્રેરણારૂપ કિસ્સાઓ
  • રોજુ રાખ્યુ હોય તોય લોકોને મદદરૂપ થવા આ લોકો ખડેપગે રહ્યા

જગતના તમામ ધર્મોએ માનવ ધર્મને સૌથી મોટો માન્યો છે. ત્યારે ઈદની ઉજવણીના સમયે મુસ્લીમ સમાજ દ્વારા માનવધર્મને ઉજાગર કરતા કેટલાક નોંધપાત્ર કિસ્સાઓ બહાર આવ્યા છે. પિતા-પુત્રએ રોજા હોવા છતાં અનેક લોકોની અંતિમવિધી કરી રમઝાન માસ દરમિયાન રોઝા ચાલતા હોવા છતાં બિલ્ડર અને સમાજસેવક આરીફભાઈ કાલવા તેનો પુત્ર ઈબ્રાહીમ અને ટીણાભાઈ સહિતની ટીમે 22થી વધુ લોકોની હિન્દુવિધી પ્રમાણે અંતિમવિધિ કરી છે. આરીફભાઈએ જણાવ્યું કે, ‘ધર્મસંકટમાં એવો મુકાતો હતો કે નમાજનો ટાઈમ હોય ત્યારે જ અંતિમવિધીની સેવા આવી પડે. જોકે હું પાછળથી ઘરે પહોંચી નમાજ પઢતો હતો. કોઈ માણસ ન મળે ત્યારે કોરોના પોઝિટિવનો મૃતદેહ લેવા જવા માટે મારો પુત્ર તૈયાર થયો.

મને પણ થોડો હીચકીચાટ થયો પછી પુત્રની માનવસેવાની ભાવના જોઈ ગર્વ થયો. દફનવિધિ માટે બહારના લોકોને અત્યંત ઉપયોગી બન્યા રમઝાન માસ દરમિયાન ભાવનગરની આજુબાજુના પંથકો બોટાદ, રાણપુર, ચુડાથી પણ મુસ્લીમ સમાજના મૃત્યુ પામેલા લોકોને ભાવનગર લાગતા હતા. માજી કોર્પોરેટર શબ્બીર ખલાણી અને ટીમે 25થી વધુ લોકોની દફનવિધી માટે સેવા બજાવી હતી. માનવસેવાની સાંકળ એટલે વસઈવાલા હોસ્પિટલ ભાવનગરની વસઈવાલા હોસ્પિટલ એ કોરોનાકાળમાં સંકટ સમયની સાંકળ જેવી પુરવાર થઈ છે.

અહેમદભાઈ નુર અને અન્ય ટ્રસ્ટીઓએ માનવસેવા માટે પૈસાને ગૌણ માની અનેક લોકોને સારવાર માટે મદદ કરી છે. ઓક્સિજન માટે ખડેપગે શિશુવિહાર અને સાંઢીયાવાડની ની યુવા ટીમ ઓક્સિજનના બાટલાની જરૂર હોય ત્યારે શિશુવિહાર સર્કલમાં સોહિલભાઈ હમીદાણી અને તેમની ટીમ સેવા માટે સતત કાર્યરત રહે છે. એક પણ પૈસાનો ચાર્જ લીધા વિના નાતજાતના ભેદભાવ વગર આ ટીમ ઓક્સિજન, ફ્લોમીટર વગેરેની સેવા પુરી પાડે છે. એજ રીતે સાંઢિયાવાડની ટીમ પણ ઓક્સિજજન અંગે નોંધપાત્ર સેવા કરી રહી છે.

જેથી કોરોનાના દર્દીઓને મોટાભાગે રાહતનો અનુભવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...