તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા:શહેરમાં સરકારી કચેરીઓમાં પ્રથમ દિવસે જોવા મળી ભારે ભીડ

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા જ દિવસે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
  • ઓનલાઇન શિક્ષણ સાથે શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર આરંભાયું, કોર્ટ પરિસર પણ ધબકતા થયા

ભાવનગર શહેરમાં સરકારી કચેરીઓ જે કોરોનાને લીધે છેલ્લા બે માસથી બંધ કરવામાં આવી હતી તે આજથી કાર્યરત થતાની સાથે જ ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા સહિત વિવિધ અટવાયેલી કામગીરી માટે નાગરીકોનો ધસારો જોવા મળ્યો હતો. તો ઓનલાઇન શિક્ષણ સાથે આજથી ધો.1થી ધો.12માં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થયો હતો. જ્યારે કોર્ટના પરિસર પણ આજથી ધબકતા થયા હતા.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાથી સરકાર દ્વારા ઓફલાઇન સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી નથી અને ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આજથી ભાવનગરની મોટાભાગની સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણની શરૂઆત કરી દેવામાં આવી હતી. કેટલીક સ્કૂલોના શિક્ષકો દ્વારા પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ સાથે ઔપચારીક ચર્ચા કરી હતી.

તો કેટલીક સ્કૂલો દ્વારા આજે પ્રથમ દિવસથી જ અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. તો કેટલીક શાળાઓમાં તો ગત સપ્તાહથી શિક્ષણનો આરંભ કરી દેવામાં આવ્યો છે. ભાવનગરમાં જન સેવા કેન્દ્ર ઉપર પ્રથમ દિવસે જ લોકોનો ભારે ધસારો રહ્યો હતો. ખાસ કરીને આજે આવકના દાખલા અને જ્ઞાતીના દાખવા કઢાવવા માટે લોકોએ ભારે ધસારો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...