હોટેસ્ટ ડે:કોરોનામાં ઘરબંધી , સૂર્યની સંચારબંધી

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે પણ આકાશમાંથી અગનગોળા ફેંકતી ગરમીથી લોકો ત્રાહિમામ
  • રાજ્યનું સૌથી ગરમ શહેર ભાવનગર ગરમી @ 44 ડિગ્રી

ભાવનગર શહેર-જિલ્લામાં સહિ‌ત સમગ્ર ગુજરાતમાં રેકર્ડબ્રેક ગરમી વરસી રહી છે. કાળઝાળ ગરમીથી ત્રાહિ‌મામ લોકો જયાં મળે ત્યાં ઠંડક લેવા પ્રયત્ન કરતા નજરે ચડે છે. આ વખતે 40થી 44 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમીમાં બપોરે બને ત્યાં સુધી બહાર નિકળવું હિ‌તાવહ નથી. આમ છતા બહાર જવું જ પડે તો સનગ્લાસ, ગોપી, હાથના મોજા વિ.નું રક્ષણ અચૂક રાખવું અન્યથા લૂ લાગી જવાની પૂરી શક્યતા છે. રોગીઓ અને ઓછી રોગ પ્રતિકાર શક્તિ ધરાવનારાએ પણ આ દાહક ગરમીનો મુકાબલો કરવાનું ટાળવું. લૂ લાગવાની સાથે માનસિક રોગીઓની સંખ્યા પણ વધી છે. આજે સતત બીજા દિવસે 44 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શહેરમાં આ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. 

આ ગરમીમાં હિ‌ટસ્ટ્રોકનો ભોગ બનનારની સંખ્યા વધી રહી છે. છેલ્લા અઠવાડીયામાં આવી ફરિયાદ વધી છે. આ કાળઝાળ ગરમીમાં સતત પાણી પીવું જોઇએ, જ્યુસ પીવું, ફ્રુટ ખાવા અને લીંબુ પાણી પીવું તેમજ શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહે છે. આ અંગે તબીબો કહે છે કે કાળઝળ ગરમીમાં સુતરાઉ અને સફેદ, ખુલ્લા કપડા પહેરવા, માથાને ગોપી કે રૂમાલ વિ.થી ઢાંકીને રાખવું. બને ત્યાં સુધી ત્રણ કે સાડા ત્રણ લિટર પાણી આખા દિવસમાં પીવું. 

ભોજનમાં બહારનું તીખુ-તમતમતું અને મસાલાવાળુ ભોજન ત્યજી, ઘરનું તાજુ ભોજન જમવું. કેરી-ડુંગળીની કચુંબર સારી, દહી-છાશ લેવાનું રાખવુ. બપોરે 40થી 44 ડિગ્રીથી વધુ ગરમીમાંથી ઘરે આવ્યા બાદ તરત જ ફ્રિજ કે બરફનું ઠંડુ પાણી ન પીવું. ગોળાનું ઠંડુ પાણી પીવું. 

ગત વર્ષની તુલનામાં ગરમી 4.6 ડિગ્રી વધુ 

ભાવનગર શહેરમાં ગત વર્ષે 27 એપ્રિલે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી હતું તે આ વર્ષે 4.6 ડિગ્રી વધીને 44 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકે આંબી ગયું છે.

સાંજથી સરકારનો અને બપોરે સૂર્યનો કર્ફ્યું !!

સરકારે કોરોનાને લીધે સાંજના સાતથી સવારના સાત સુધી લોકો માટે કરફ્યુ જાહેર કર્યો છે ત્યારે બપોરે લોકોને 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી ખરીદી કરવાની અને ફરવાની છૂટ છે પરંતુ બપોરના આ સમયગાળામાં સૂર્યનારાયણે કર્ફ્યુ જાહેર કર્યો છે. આથી ખરીદી માટે માત્ર સવારનો સમય રહે છે.

અન્ય સમાચારો પણ છે...