શહેરમાં હિટવેવ:41.9 ડિગ્રી સાથે 14 કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાયો

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શુક્રવાર સુધી હિટવેવની અસર રહેશે
  • ભાવનગરમાં​​​​​​​ લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 29.2 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું, ભેજનું પ્રમાણ વધીને 33 ટકા

ઉત્તર-પશ્ચિમના ગરમ-સૂકા પવનથી ભાવનગર સહિત રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે ગરમીનું મોજુ઼ યથાવત રહ્યું હતુ. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને 41.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે 14 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાયો હતો. શહેરમાં શુક્રવાર સુધી ગરમીનું મોજું યથાવત રહ્યું છે. હજી શુક્રવાર સુધી હિટ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગઇ કાલે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને 41.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે 24 કલાક આગઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 28.9 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 29.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે ગઇ કાલે ગરમ પવનની ઝડપ 12 કિલોમીટર હતી તે આજે વધીને 14 કિલોમીટર થઇ જતા લૂનું પ્રમાણ વધ્યું હતુ. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હિટવેવનું જોર યથાવત રહેશે. ત્યારબાદ ગરમી ઘટવાની શક્યતા છે.

ગરમીનું વધતુ પ્રમાણ
તારીખમહત્તમ તાપમાન
10 મે41.9 ડિગ્રી સેન્ટીગ્રેડ
09 મે41.8 ડિગ્રી સેન્ટીગ્રેડ
08 મે41.7 ડિગ્રી સેન્ટીગ્રેડ
07 મે40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
06 મે39.7 ડિગ્રી સેન્ટીગ્રેડ
5 મે37.7 ડિગ્રી સેન્ટીગ્રેડ
અન્ય સમાચારો પણ છે...