તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંચાઈના ફોર્મ:બાગાયતદારોએ સિંચાઈના ફોર્મ ભરી દેવા

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક

શેત્રુંજી જળાશય યોજનામાંથી રબી/ઉનાળુ વર્ષ 2020-21 માટે સિંચાઈના પાણી અંગેના ફોર્મ ભરવાની અધિસુચના તા.6.12.20ના બહાર પાડવામાં આવેલ હતી. જેમાં જણાવેલ કે શેત્રુંજી જમણા કાંઠા નહેર તથા ડાબા કાંઠા નહેરના તમામ બાગાયતદારોની સિંચાઇની માંગણી અંગેની અરજી આયોજિત 12550 હેક્ટરના 50 ટકા ફોર્મ આવ્યા બાદ તા.5.1.21થી સિંચાઈ માટે પાણી કેનાલમાં શરૂ કરવાનું નક્કી થયેલ હતું. ત્યારબાદ ફરી બે વખત મુદત લંબાવી તા.31.1.21 રાખવામાં આવેલ છે. હાલમાં પૂરતા ફોર્મની અપેક્ષાએ કેનાલમાં સિંચાઇનું પાણી શરૂ કરી લીધેલ છે.

પરંતુ હજુ સુધી શેત્રુંજી કમાન્ડ વિસ્તારમાં ફક્ત 1000 હેક્ટરના એટલે કે 10 ટકા કરતાં પણ ઓછા ફોર્મ આવેલ છે. જેથી કમાન્ડ વિસ્તારના દરેક પ્રમુખ, મંત્રી, સભ્યોને તથા દરેક બાગાયતદારોને નિયત સમયમાં ફોર્મ ભરી જવા તથા અંગત રસ દાખવી પૂરતા પ્રમાણમાં સિંચાઈના ફોર્મ ભરવામાં આવે તે માટે સઘન પ્રયત્ન કરવા અનુરોધ કરવામાં આવે છે તેમજ મુદત બાદ દોઢા દરે ફોર્મ સ્વીકારવામાં આવશે તથા પંચરોજ કામ કરવાની ફરજ પડશે તેમ કાર્યપાલક ઇજનેર ભાવનગર જળસિંચન વિભાગ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો