“જન આશીર્વાદ યાત્રા”:ઘોડેસવાર, કાર સાથેની જનયાત્રાના ગૌરવ પથના રૂટ પર ખાડા યથાવત

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેબીનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વાર ભાવનગર આવતા જીતુભાઈ વાઘાણી

તા.9ને શનિવારે ભાવનગરના પનોતા પુત્ર જીતુભાઈ વાઘાણીની જાણ આશીર્વાદ યાત્રા યોજાશે. જેમાં 51 ઘોડે સવાર,500 કાર,151સાફા ધારી મહિલાઓ યાત્રા માં જોડાશે. જો કે જે ગૌરવ પથ ઉપર યાત્રા નીકળવાની છે ત્યાં ખાડાઓ યથાવત છે.

કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર શહેરનું ગૌરવ વધારવાથી 9 ઓક્ટોબરના રોજ બપોરે 2.30 કલાકે ભાવનગરની જનતાના આશીર્વાદ લેવા માટે “જન આશીર્વાદ યાત્રા” ભાવનગર ખાતે યોજાશે. નારી સર્કલથી મેયર, વરિષ્ઠ આગેવાનો, નગરસેવકો, વોર્ડ સંગઠન વિગેરે નારી સર્કલ ખાતે આ યાત્રાને આવકારશે અને વિશેષમાં સંતો મહંતોના આશીર્વાદ તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ સામાજીક આગેવાનો, કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ યાત્રા નારી સર્કલથી ભાવનગર ખાતે પસાર થશે.

જેમાં 151 બહેનો સાફા સાથે તેમને આવકારશે, તેમજ 51 ઘોડેશ્વારો ઉપરાંત ઢોલ નગારા, ત્રાંસા સાથે આ યાત્રામાં વિવિધ જગ્યાએ 450 તિરંગા ફુગાની કમાનો, બેનરો તેમજ વિવિધ સુશોભનો દ્વારા સમગ્ર રૂટને શણગારવામાં આવશે.

નારી સર્કલ થી સરદાર નગર સર્કલ સુધીના રૂટમાં વિવિધ સ્થળે સ્ટેજ પર વિવિધ સમાજના આગેવાનો, પ્રશંસકો, કાર્યકરો જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કરશે. જીતુભાઈ દ્વારા ગઢેચી વડલા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ, નિલમબાગ ખાતે કૃષ્ણકુમારસિંહજી, સ્વામી વિવેકાનંદજી, જશોનાથ ખાતે બાબાસાહેબ આંબેડકરજી તેમજ મોખડાજી સર્કલ ખાતે વીર મોખડાજીની પ્રતિમાને પુષ્પહાર કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીને આભાર દર્શન કરવામાં આવશે. સમગ્ર રૂટના વિવિધ સ્થળે ક્લાપંથ સંસ્થા અને અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો અને કૃતિઓ રજુ કરવામાં આવશે.

સન્માન સમારોહમાં નામ નોંધાવવા અનુરોધ
ભાવનગર નાગરિક સમિતિ દ્વારા તારીખ 9ને શનિવારે રાત્રે 8 કલાકે મેઘાણી ઓડીટોરીયમ ખાતે સમગ્ર ભાવનગર વતી જીતુભાઈ વાઘાણી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં જે કોઈ સંસ્થા, એસોસિએશન શાળા -કોલેજો જુદી જ્ઞાતિના આગેવાનો મંડળો સન્માન કરવા ઈચ્છતા હોય તેમણે ૮ ઓકટોબર બપોર સુધીમાં પોતાના નામ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસે ફોન નંબર 0278- 2424279 ઉપર સવારે 10 થી છ માં અથવા રામવાડી કાર્યાલય (ભીડભંજન સામે) સવારે 10થી 1 અને સાંજે 5થી8માં 0278-2420406 પર અથવા રૂબરૂ લખાવી દેવા જણાવાયું છે. નામ નોંધાવનારએ સંસ્થાનું નામ, હોદ્દેદારનું નામ અને મોબાઈલ નંબર ખાસ નોંધાવવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...