તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાયજ્ઞ:કોરોના મહામારી વચ્ચે વતન પ્રેમીઓ વતનની વહારે આવ્યા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઢડાના રળીયાણા ગામે સુરત સ્થિત દાતાઓનો સેવાયજ્ઞ

ગઢડા (સ્વામિના) તાલુકાના રળીયાણા ગામે આગેવાનોની સૂઝબૂઝથી કોરોના મુક્તિ
વતનપ્રેમીઓ લોકોના આરોગ્ય અને જરૂરી સુવિધા માટે આગળ આવ્યા તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે દવાખાના અને હોસ્પિટલમાં જગ્યા નથી, ઓક્સિજન નથી અને લોકો હેરાન પરેશાન થઈ આખરે મોતને ભેટે છે ત્યારે સ્મશાનમા પણ જગ્યા ટુંકી પડી રહી છે આવા કપરા સમયમાં લોકો પોતાની માનવતા અને વતનપ્રેમ દર્શાવી ભગવાને આપેલી સંપત્તિનો સદકાર્ય માટે ઉપયોગ કરી માનવ હોવાનું ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે.

ગઢડા તાલુકાના 3000ની વસ્તી ધરાવતા રળીયાણા ગામે વતનપ્રેમીના સહયોગથી પૂરૂ પાડવામાં આવેલ છે. કોરોનાની કાતિલ લહેર વચ્ચે રળીયાણા ગામમાં પોઝેટીવ કેસ‌નું વધી રહેલું પ્રમાણ અને ગત 12 થી 25 એપ્રિલ વચ્ચે 11 જેટલા મૃત્યુના બનાવથી સ્થાનિક આગેવાનો અને સુરત તથા દિલ્હી સ્થિત વતનપ્રેમીઓ ચિંતાતુર બની ગયા હતા. જેના પગલે આ કઠીન સમય માં લોકોને બચાવવા તથા જરૂરી હિંમત અને સાથ સહકાર આપવા તેમજ જરૂરી પગલા ભરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત સ્થિત દાતા અને વતનપ્રેમી ઉદ્યોગપતિ વલ્લભભાઈ વિરાણી તરફથી ગામના સરપંચ હિંમતભાઈ ડોબરીયા અને સેવાભાવી લોકો સાથે સંકલન કરી કોરોના ટેસ્ટ, જરૂરી સારવાર માટે સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો.ટેસ્ટ કરવા તેમજ જે કોઈને જરૂર પડે તમામ લોકોને કોઈપણ ભેદભાવ વગર દવા સારવાર માટે વાહનભાડા સહિત જેટલો પણ‌ ખર્ચ થાય તે તમામ ખર્ચ ઉઠાવવામાં આવશે.

આ ઉપરાંત દરરોજ ઘરે ઘરે જરૂરી ફ્રૂટ વિતરણ તથા આયુર્વેદિક ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું. લોકોની જાગૃતિ અને વતનપ્રેમના સહકારથી ગત 26 તારીખ પછી કોરોનાના નવા કેસ જોવા મળ્યા નથી. આ ઉપરાંત મોક્ષ મંદિર માટે જરૂરી કાષ્ટ સહિતની વ્યવસ્થા પણ કોઈ મુશ્કેલી વગર મળી રહે તે માટે સેવા પૂરી પાડવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...