બેઠક:શૈક્ષણિક સંસ્થાઓનો ઘરવેરા દર ઘટાડાશે : સ્ટેન્ડીંગમાં થશે નિર્ણય

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશને કોરોના મહામારીની પૂર્વધારણા બાંધી
  • 150 જેટલી​​​​​​​ શાળા કોલેજોમાં ઉપયોગનું પરીબળ ફેરફાર કરી ત્રણમાંથી બે રૂપિયા કરે તો દોઢ કરોડની આવક ઘટશે

ભાવનગર કોર્પોરેશનના શાસકોની વેધારી નીતિ હોય તેમ એક તરફ ઘરવેરામાં બાકી વસુલાત માટે સામાન્ય કરદાતાઓની મિલકત જપ્ત કરે છે અને હાલમાં કોરોના મહામારીમાં સામાન્ય પ્રજાજનોની વેદના યાદ ના આવી પરંતુ શિક્ષણને ધંધો બનાવી દીધેલી સંસ્થાઓને મિલકત વેરામાં ફેક્ટર ફેરવી કોર્પોરેશન ખુદ વાર્ષિક અંદાજીત દોઢ કરોડની ખોટ ખાવા તૈયાર છે. અને તે માટે આગામી તા.13ના રોજ મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય પણ કરશે.

ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં આવેલી અંદાજીત 150 જેટલી શૈક્ષણિક સંસ્થાઓનો મિલકત વેરાનું ઉપયોગનું પરીબળ NU4 એટલે કે, તેનો ભારાંક રૂ.0.75 હતું જેમાં એપ્રિલ 2020માં ફેરફાર કરી NU2 એટલે કે, ભારાંક રૂ.3 કરવામાં આવ્યું હતું. પરંતુ ગત વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉપયોગનું પરીબળ ફેરવવાની રજૂઆતના આધારે સાધારણ સભામાં ઠરાવ કરી સરકારમાં નિર્ણય માટે મોકલ્યું હતું. પરંતુ નાણાંકીય વર્ષ શરૂ થઈ ગયું હોવાથી સરકારે દરખાસ્ત નામંજૂર કરી દીધી હતી

. જેથી આ વર્ષે કોરોનાના બહાના તળે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મિલકત વેરામાં ઉપયોગના પરીબળમાં ફેરફાર કરી આ વર્ષે વેરો રદ કરવા અથવા NU2 માંથી ભારાંક રૂ.1.50 કરવા માગણી કરી છે. જેમાં કમિશનર દ્વારા અન્ય મહાનગરપાલિકા પૈકી મહત્તમ પાલીકામાં શૈક્ષણિક સંસ્થાનો ભારાંક રૂ.2 હોવાની બાબત ધ્યાને લઇ નિર્ણય માટે સ્ટેન્ડીંગમાં દરખાસ્ત કરી છે. જેનો આગામી તા.13 ના રોજ મળનારી સ્ટેન્ડીંગ કમિટી નિર્ણય કરશે.

પરંતુ શાસકો પણ ભારાંક રૂ.1.50 કરવાની ફિરાકમાં હોય અને સામાન્ય પ્રજા સાથે અન્યાયકર્તા નિર્ણય તરફ વિચારાધિન હોય તેવી પણ હલચલ શરૂ છે.\n તદુપરાંત શિક્ષણ સમિતિની શાળામાં મેદાનની વ્યવસ્થા, બાળ રમતોત્સવ, જુદા જુદા કાર્યો રી.એ. કરવા, કોરોના મહામારી અન્વયે ડોક્ટરો સહિત સ્ટાફની ભરતી, ધનવંતરી રથ, યુ.પી.એચ.સી. સહિતની હોસ્પિટલોમાં ઓક્સિજન પાઇપીંગની વ્યવસ્થા સહિતના 41 કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરાશે.

અન્ય સમાચારો પણ છે...