તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:હોમ કોરોન્ટાઇન દર્દીના સંબંધીઓને રેમડેસિવિર ઇન્જેકશન માટે દોડધામ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરે ગંભીર હાલત થાય તો હોસ્પિટલાઇઝ થવા સલાહ
 • ઘરે રહી કોરોનાની સારવાર લેતા હોય તેના માટે ઇન્જેક્શન આપવાનો નિયમ નથી : કલેકટર

શહેરમાં આજે પણ ખાનગી હોસ્પિટલોના કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેકશન માટે દોડધામ યથાવત રહી હતી. જો કે કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ કે ભાવનગરમાં આ ઇન્જેકશનનો પૂરતો જથ્થો છે. રાજ્ય સરકારે બે દિવસમાં ભાવનગર માટે 1600 ઇન્જેકશન ફાળવ્યાં છે. જેમાંથી 500 ઇન્જેકશનનો જથ્થો ખાનગી હોસ્પિટલો માટે રખાયો તેમાંથી વિતરણ થયુ છે.

બાકી સરકારી સર ટી. હોસ્પિટલને ફાળવાયો છે. જો કે, કલેકટરે સ્પષ્ટતા કરી હતી કે, આ ઇન્જેકશન માત્ર હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ જે ગંભીર સ્થિતિમાં થાય તેના માટે છે. વળી આ ઇન્જેકશન કોરોના માટે રામબાણ એટલે કે સચોટ ઇલાજ નથી. આ તો ડોકટર દર્દીની સ્થિતિને જોઇએ પ્રિસ્ક્રાઇબ કરે તો જ લેવા જોઇએ. બાકી આડેધડ ઉપયોગથી દર્દીને નુકશાન થવાની શક્યતા છે.

આથી જ જે દર્દી કોરોનાની હોમ આઇસોલેશ એટલે કે ઘરે રહીને સારવાર લેતા હોય તેના માટે આ ઇન્જેકશન આપવાનો નિયમ જ નથી. દર્દી હોમ આઇસોલેશ હોય અને કોરોનાની સ્થિતિ ગંભીર થાય તો તેણે તત્કાલ હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ. તેના ડોકટર જે કહે તે મુજબ દવા લેવી હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો