તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:ધો.10 રિપીટર પરીક્ષાની હોલટીકીટ આજથી ડાઉનલોડ કરી શકાશે

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસંગતતા જણાય તો બોર્ડમાં સંપર્ક કરવાનો રહેશે
  • 15 જુલાઈથી શરૂ થશે રિપીટરની પરીક્ષા, શાળાઓએ હોલ ટિકિટ આપવાની રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 15 જુલાઈથી ધો.10ના રીપીટર ખાનગી અને પૃથક ઉમેદવારોની પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષાર્થીઓની હોલટિકિટ (પ્રવેશ પત્ર) આવતીકાલ તા. 7 જુલાઈ ને બુધવારે સવારે 11 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in, gsrbht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળા નોંધાયેલ મોબાઇલ નંબર અથવા e-mail id દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના જુલાઈની પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો અને માધ્યમની ખરાઇ કરીને તેમાં પરિક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યની સહી સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધો. 10ની સૂચનાની પ્રિન્ટ પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત પણે આપવાની રહેશે તેમ ડીઇઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

પ્રવેશ પત્ર સાથે ઓનલાઈન મુકવામાં આવેલ વિતરણ યાદીમાં હોલ ટિકિટ તથા સુચનાપ્રત આપ્યા બદલ સહી લેવાની રહેશે જેની તમામ સંબંધિતોને નોંધ લેવી. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગમી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 15 જુલાઈથી ધો.10ના રીપીટર ખાનગી અને પૃથક ઉમેદવારોની પરીક્ષા શરૂ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...