તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલિકા દહન:કોરોનાની દહેશત વચ્ચે આજે હોલિકા દહનનું પર્વ ઉજવાશે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળી-ધૂળેટી માટેની ખરીદી માટે બજારમાં નરમાશ
 • હોળીની પ્રદક્ષિણા ફરી ધાર્મિક વિધિ કરી શકાશે, ભીડ ન થાય તે આયોજકોને જોવાનું રહેશે

ભાવનગર શહેર અને જિલ્લામાં એક તરફ કોરોનાનો રોગચાળો ફરી એક વાર વકર્યો છે ત્યારે આવતી કાલ તા.28 માર્ચને રવિવારે ફાગણ-સુદ પૂનમના પર્વે હોલિકા દહનનું પર્વ પરંપરાગત રીતે ઉજવાશે. બીજી બાજુ શહેરમાં આ વખતે ઘાણી, ખજૂર, દાળીયા, સીંગ સહિતની ચીજવસ્તુઓ તેમજ પીચકારી અને રંગોના વેચાણમાં ઘરાકી સાવ નરમ રહી છે. જો કે આજે બજારમાં ખરીદી માટે થોડી ઘરાકી જોવા મળી હતી.

રવિવારે હોલીકા દહન સાંજે 6-40 થી 8ના સમયમાં હોળી પ્રાગટય કરવુ જે બહેનોએ પૂર્ણિમાનુ વ્રત કર્યુ હોય (હોળી ભુખ્યા) હોય એમણે હોળીની પ્રસાદી લઇને રાત્રે એકટાણુ કરવુ. હોલિકા દહનનો કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજી શકાશે. હોળી ફરતે પ્રદક્ષિણા ફરી ધાર્મિક વિધિ યોજી શકાશે. આ કાર્યક્રમમાં ભીડ ન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

હોળી કાચા રોડ પર પ્રગટાવવી
શહેરમાં ઠેર ઠેર નવા રસ્તાઓ કરવામાં આવ્યાં છે ત્યારે જો રવિવારે જાહેરમાં ડામર કાર્પેટ કે અન્ય રોડ પર હોળી પ્રગટાવવામાં આવે તો ડામર પીગળી જાય છે અને નુકશાન થાય છે. આથી કોર્પોરેશન દ્વારા લોકોને અનુરોધ કરાયો છે કે હોળી ડામર રોડથી નીચેના ભાગે કાચા રોડમાં બનાવીને પ્રગટાવવી અથવા જો રોડ પર માટીનું જાડું લીંપણ કરીને તેના પર ઇંટોના ત્રણ થર કરી તેના પર જ હોળી પ્રગટાવવી જેથી રોડને નુશાન ન થાય. આજુબાજુમાં વૃક્ષો કે ઇલે. વાયર પસાર થતા હોય ત્યાં હોલિકા દહન ન કરવા અને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા મેયર કિર્તીબહેન દાણીધારીયાએ લોકોને અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો