આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું તેના પ્રતિભાવમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, આશા વર્કર યુનિયને જણાવ્યું છે કે આ બજેટમાં આંગણવાડી, આશાવર્કર અને ફેસીલેટર બહેનોને અન્યાય કરવામાં આવ્યો છે આથી એક લાખ ચાલીસ હજાર બહેનોમાં ભારે રોષ ફેલાયો છે અને આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સાથે આવતીકાલ તારીખ 4 માર્ચના રોજ બજેટની હોળી કરવામાં આવશે. આ ઉપરાંત તા. 8 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વ્યાપક કાર્યક્રમો કરવા માટે 5મી માર્ચના રોજ તાકીદની મીટિંગ પણ યોજાશે.
કોરોનાકાળમાં જીવના જોખમે ગુજરાતની જનતાની સેવા કરનાર એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર અને 40,000 આશા વર્કર તથા ફેસીલીટેટર બહેનોને વેતનમાં વધારો થશે તેવી આશા હતી જે આજના બજેટમાં ઠગારી નીવડી છે અને કોઈ પણ પ્રકારનો વધારો અપાયો નથી. આ બહેનો દ્વારા 16 જેટલી જેટલી માગણીઓ રજૂ કરી હોવા છતાં ગુજરાત સરકારે આજના બજટેમાં તેઓની એક પણ માગણીઓનો ઉકેલ લાવ્યો ન હોય આંદોલનની ચીમકી અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.