તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં આચાર્યની ભરતી માટે HMAT પરીક્ષાનું થશે આયોજન

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જોગવાઇ મુજબ આચાર્યની ભરતી કરવામાં આવે છે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આગામી સમયગાળા દરમિયાન આચાર્યની ભરતી માટે વિચારણા હોવાથી એચ-ટાટ લેવાનું આયોજન કરાયું છે.

આગામી સમયગાળા દરમિયાન બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા અંગે વિચારણ થઇ હોવાથી શિક્ષણ વિભાગે આચાર્ય અભિરૂચિ કસોટી (હેડ માસ્ટર્સ એપ્ટિટ્યૂડ- HMAT)નું આયોજન કરવા રાજ્ય પરીક્ષા બોર્ડને જણાવવામાં આવ્યું છે.

ત્યાર બાદ આચાર્યની ભરતી કરવા માટે કાર્યવાહી પણ કરવા શાળાઓના નિયામકને જણાવાયું છે.આ બન્ને કચેરીઓને એકબીજાના પરામર્શમાં રહીને કાર્યવાહી કરવાની રહેશે. આ અંગે પરીક્ષા અને ભરતીના આયોજન માટે વિભાગના નિયમો મુજબ તેમજ લાયકાત અને અનુભવ વિ. બાબતો ચકાસ્યા બાદ ઉમેદવારોની પરીક્ષા લેવાય તેમજ ભરતી કરવા પણ શિક્ષણ વિભાગે તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો