તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિંમતભાઈ જાની, મહામંત્રી તરીકે જયપાલસિંહ ગોહિલનો વિજય

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘોઘા કેન્દ્રવર્તી સ્કૂલ ખાતે ચૂંટણી યોજવામા આવી હતી

ઘોઘા ખાતે આવેલ કેન્દ્રવર્તી શાળા ખાતે ભાવનગર જિલ્લા સંઘના આદેશ મુજબ ચૂંટણી અધિકારી હાર્દિકભાઈ ગોહેલ અને સુરેશભાઈ મેહતાની હાજરી માં ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી,

ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની પુનઃ ચૂંટણી માં પ્રમુખ તરીકે હિમતભાઈ જાની વિજેતા જાહેર થયેલ હતા,અને મહામંત્રી તરીકે જયપાલસિંહ ગોહિલ ની બીજી વખત બિનહરીફ વિજેતા જાહેર થયા હતા,પ્રમુખ હિંમતભાઈ જાની અને મહામંત્રી જયપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઘોઘા તાલુકા ના શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે તેમજ શિક્ષકો ના હક માટે પ્રમુખ અને મંત્રી બંને સતત પ્રયત્નશીલ રહેશે,તમામ શિક્ષકોના હિતમાં અવિરત કાર્ય કરવામાં આવશે,તેમજ શિક્ષકોએ જે વિશ્વાસ મુક્યો છે તે કાયમ જાળવી રાખવામાં આવશે જેની અમે ખત્રી આપીએ છીએ.

ગુજરાત રાજ્યમાં મોટામાં મોટું કોઈ સંગઠન હોય તો તે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે,જેના ઘટક સંઘ તરીકે ઘોઘા તાલુકા શિક્ષક સંઘ કાર્ય કરે છે,આ સંઘ ના પ્રમુખ તરીકે હિમતભાઈ જાની અને મહામંત્રી તરીકે જયપાલસિંહ ગોહિલ વિજેતા થતા ઘોઘા તાલુકા શિક્ષક સમાજ માં પણ આનંદની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો