તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની આવક:ખોડીયાર ડેમના હેઠવાસના ગામોમાં હાઇએલર્ટ જાહેર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડીયાર સિંચાઇ યોજનામાં પાણીની આવક થતા ડેમ 90 ટકા ભરાયેલ હોવાથી હાઇએલર્ટ આપવામાં આવેલ છે.જળાશય પૂર્વ સપાટીએ ભરાતા કોઇપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવશે.

જેથી અમરેલી અને ભાવનગર જિલલાના કેટલાક ગામોના લોકોને નદીના પટમાં નહીં જવા અને સલામત સ્થળે ખસી જવા સિંચાઇ વિભાગ દ્વારા સુચના અપાઇ છે.આઇએલર્ટમાં ભાવનગર જિલ્લામાં ગારિયાધારના ઠાંસા ,જુના ગુજરડા, મનાજી, રાણીગામ, સાતપડા તેમજ પાલિતાણાના ચોક, ડુંગરપર, હાથસણી, જાલીલા, જીવાપર, રાણપરડા, રોહીશાળા ગામોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...