લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન:'વિધર્મી લોકો એક તંત્ર ચલાવી રહ્યા છે, નામો બદલાવીને ષડયંત્ર રચી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે'

ભાવનગર20 દિવસ પહેલા
  • ગુજરાત પોલીસ કડકમાં કડક પગલાં ભરશે- હર્ષ સંઘવી
  • કોઈ દીકરીને કોઈ ફસાવવાનો પ્રયાસ કરતું હોય તો પોલીસનો સંપર્ક કરે- હર્ષ સંઘવી

ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. પરંતુ, આ મામલે ગુજરાત પોલીસ સતર્ક છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે.

ભાવનગરમાં આયોજીત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા
ભાવનગરમાં આયોજીત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા

દીકરીઓને ફસાવવા વિધર્મીઓ ષડયંત્ર રચતા હોવાનો આક્ષેપ
પાલિતાણાની ઘટના અંગે નિવેદન આપતી સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રેમ કરવો ગુનો નથી. પરંતુ, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી નામ બદલાવીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. આ પ્રકારની બાબત ગુજરાત પોલીસ જરા પણ ચલાવી નહીં લે. પાલિતાણામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ભગાડી જવાના મામલે પૂરતી તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગૃહ રાજ્યમંત્રીની દીકરીઓના વાલીઓને અપીલ
ભાવનગર આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, માતા-પિતા પોતાની દીકરીઓનું ખાસ ધ્યાન રાખે. જો કોઈ ફસાવવાનો પ્રયાસ કરતું હોય તો ડર્યા વગર પોલીસ સમક્ષ આવે. દીકરીની ઓળખ છતી ના થાય તેનું ધ્યાન રાખી ગુજરાત પોલીસ કાર્યવાહી કરશે.

ગૃહ રાજ્યમંત્રીએ યુવતીઓના પરિવારજનોની મુલાકાત કરી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તેમની પાલિતાણાની મુલાકાત દરમિયાન એક માસ પૂર્વે વિધર્મી યુવાનો દ્વારા હિન્દુ ધર્મની બે દીકરીઓને ભગાડી જવાનો જે બનાવ બન્યો હતો તે સંદર્ભમાં બંને દીકરીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી.આ મુલાકાત બાદ તેમણે કહ્યું કે, બંને દીકરીના પરિવારની પરિસ્થિતિ અને ખાસ કરીને બંનેના પિતાની આંખોમાં જે એક પ્રકારનો ગમ હતો તે ઘણું બધું કહી જાય છે.આ બંને દીકરીઓને ભોળપણમાં ફસાવી ષડયંત્ર દ્વારા લગ્નની લાલચ આપીને તેમની સાથે જે ઘટના ઘટી છે તે સંદર્ભમાં તેઓના પરિવાર સાથે ચર્ચા કરી છે. બંનેના પરિવારજનોએ ભાવનગર પોલીસે કરેલી કામગીરી માટે આભારની લાગણી પ્રગટ કરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...