વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી:અજવાળાનાં વારસદાર” વિશિષ્ટ પ્રદર્શન ખુલ્લું મુકાશે

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મ.સા. નું વિશેષ પ્રવચન : 11 ઝોનમાં પ્રજ્ઞાચક્ષુઓ શકિત પ્રદર્શન કરવામાં આવશે

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાનાં સંયુક્ત ઉપક્રમે “અજવાળાનાં વારસદાર” વિશિષ્ટ પ્રદર્શન ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલીયાનાં વરદહસ્તે દીપપ્રાગટ્યથી ખુલ્લું મુકવામાં આવશે.

જાહેર જનતા માટે 9 થી 5 કલાક દરમિયાન તા.5 મી જાન્યુઆરી નાં રોજ જુદાજુદા 11 ઝોનમાં પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં નેત્રહીનોનું શિક્ષણ, વ્યવસાયિક તાલીમ, ગૃહ ઉદ્યોગ, હોમસાયન્સ અને સાહસિક રમતો બતાવવામાં આવશે. આ પ્રસંગે પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મ.સા. (ચકાચક) આશીર્વચન પાઠવશે અને જૈન સમાજનાં અગ્રણી જયસુખભાઈ માવજીભાઈ ટાણાવાળા (જયુકાકા) ખાસ પ્રેરક હાજરી આપી નેત્રહીન બાળકોને પ્રોત્સાહિત કરશે.

અન્ય સમાચારો પણ છે...