વેધર:ગારિયાધાર પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા વરસી ગયા

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
  • ​​​​​​​ભાવનગર શહેરમાં બપોરે તાપમાન વધીને 39.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા ગરમી વધી : ભેજનું પ્રમાણ ઘટ્યું

ભાવનગર શહેરમાં આજે ગરમીમાં વધારો થયો હતો જ્યારે જિલ્લામાં ગારિયાધાર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભાવનગર શહેરમાં આજે 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 54 ટકા થઇ ગયું હતુ.

ગારીયાધાર શહેર તેમજ પંથકમાં સાંજ સાડા પાંચ વાગ્યા આસપાસ પવનનાં સુસવાટા તેમજ વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદનુ જોરદાર ઝાપટુ પડ્યુ હતુ.શહેર તેમજ પંથકમાં સવારથી જ ગરમીનો અસહ્ય બફારો થતો હતો.ત્યાર બાદ બપોર પછી અેકાઅેક વાદળછાયુ વાતાવરણ થતા પવનનાં સુસવાટા તેમજ વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો.રોડ પર પાણી ફરી ગયા હતા.વરસાદનાં વાવડા ગામડાનાં પણ મળી રહ્યાં છે.આમ ગારીયાધાર તેમજ પંથકમાં વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ.

દરમિયાનમાં ભાવનગર શહેરમાં ગઇ કાલે વરસાદી ઝાપટા બાદ મહત્તમ તાપમાન ઘટીને 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે પુન: વધીને 39.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરના સમયે ગરમી વધી હતી. સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ 54 ટકા રહેતા બફારો અનુભવાયો હતો. સાંજના સમયે 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ગરમીમાં થોડી રાહત મળી હતી. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. ચોમાસા પૂર્વેની વરસાદી ગતિવિધિનો ભાવનગર જિલ્લામાં આરંભ થઇ ગયો છે જો કે હજી ચોમાસાનો વિધિવત આરંભ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...