સિઝનનો 43.26% વરસાદ:મહુવા, તળાજા, સિહોર અને ગારિયાધારમાં ઝાપટા વરસ્યા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આ સિઝનનો કુલ વરસાદ 43.26% થયો
  • જિલ્લામાં અષાઢના અંતે શ્રાવણના આરંભ જેવો ઝરમરિયો વરસાદ

શહેર અને જિલ્લામાં અષાઢ મહિનાના અંતિમ દિવસોમાં શ્રાવણ મહિનાના આરંભ જેવો ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે. આજે જિલ્લામાં મહુવા, તળાજા, ગારિયાધાર અને સિહોરમાં હળવા ઝાપટા વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ વરસાદ 267 મિલિમિટર થઈ ગયો છે જે ચોમાસાના કુલ વરસાદ 617 મીમીના 43.26% થાય છે.

આજે પણ ભાવનગર જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો અષાઢ મહિનો પૂર્ણ થવામાં છે છતાં ગોહિલવાડ પંથકમાં ક્યાંય અનરાધાર સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી. આજે મહુવામાં 4 મીમી વરસાદ વરસી જતા મહુવામાં સીઝનનો કુલ વરસાદ 479 મિલી મીટર થઈ ગયો છે. જ્યારે તળાજામાં ત્રણ મિલિમિટર, ગારિયાધારમાં બે મીમી અને શિહોરમાં એક મી.મી.વરસાદ વરસ્યો હતો.

શહેરમાં તાપમાનમાં 2.8 ડિગ્રીનો વધારો
ભાવનગર શહેરમાં હવે ફક્ત વાદળછાયુ વાતાવરણ રહે છે પણ વાદળો વરસતા નથી ત્યારે ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 30.2 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયેલું તે આજે 24 કલાકમાં 2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 33 ડિગ્રી સેન્ટિગ્રેડના આંકને આંબી ગયું હતું. શહેરમાં લઘુતમ ઉષ્ણતામાન પણ નજીવો વધીને 25.6 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. શહેરમાં ગઈકાલે હવામાં ભેજની ટકાવારી 79% હતી તે આજે ઘટીને 74% થઈ ગઈ હતી જ્યારે ગઈકાલે શહેરમાં પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઇ હતી

અન્ય સમાચારો પણ છે...