ભાવનગરવાસીઓ એલર્ટ રહેજો:જિલ્લામાં 14 અને 15 તારીખે અતિભારે વરસાદની આગાહી, શિક્ષણમંત્રી અને પ્રભારી મંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી

ભાવનગર3 મહિનો પહેલા
  • ભાવનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રસાશન સજ્જ્- પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા
  • બચાવ રાહત ટુકડી, કંટ્રોલ રૂમ, પૂર ગ્રસ્ત વિસ્તારમાં જરૂરી સુવિધાઓ, ફૂડ પેકેટ સહિતની તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની માહિતી મેળવી

ભાવનગર જિલ્લામાં પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા તેમજ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમા અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ ભાવનગરમા પણ બે દિવસ રેડઝોનમાં મુકવામાં આવ્યું છે. જે આગામી તા.14 અને 15 ના રોજ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવામાં આજ ભાવનગરના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અધ્યક્ષતામા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આગામી બે દિવસ ભાવનગરને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું
આ બેઠકમાં હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહીના ઉપલક્ષ્યમાં આગામી બે દિવસ ભાવનગરને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે, જેને લઇ ભાવનગરના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં વરસાદને સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં નીચાણવાળા ગામોમાં તકલીફ થતી હોય છે. કલેકટરે સરપંચો સાથે બેઠકનું આયોજન કરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે.

જરૂર જણાય તો શૈક્ષણિક કાર્ય પણ બંધ કરાશે
વધુમાં શિક્ષણ મંત્રીઓ જણાવ્યું હતું કે જરૂર જણાય તો શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવામાં આવશે, જેમાં આંગણવાડી, શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે, જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં સુચના આપી દેવામાં આવી છે, જે કાચા મકાનોને તંત્રએ ઉતારવાની નોટિસ પાઠવી છે તેને સુચનાઓ આપી દેવામાં આવી છે, અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ બની છે આગામી બે દિવસમાં તા.14 અને 15 જુલાઈમાં હવામાન વિભાગ દ્રારા ભાવનગરને રેડ ઝોન માં મૂકવામાં આવ્યું છે ત્યારે તંત્ર બન્યું છે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં તંત્ર દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થાની માહિતી પુરી પાડી
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે એ વહીવટી તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં તંત્ર દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થાની માહિતી પુરી પાડી જણાવ્યું હતું કે, ડેમ તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, લાઈફ જેકેટ, પાણીના પંપ સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. NDRF, SDRF, તરવૈયા સહીત બચાવ રાહત ટુકડીઓ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. ફૂડ પેકેટ્સ તેમજ સ્થળાંતર માટે શેલ્ટર્સની વ્યવસ્થા તેમજ રાશનની દુકાન અને આંગણવાડીઓમાં પર્યાપ્ત માત્રામાં રાશન જથ્થો ઉપલબ્ધ કરાયાનું પણ જણાવ્યું હતું.

અતિભારે વરસાદ આવે તો તેમને પહોચી વળવા તંત્ર સક્ષમ છે
આ બેઠક વેળાએ ભાવનગરના મેયર, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસ વડા તેમજ NDRFના કેપ્ટન સહિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી અને તેમાં ખાસ કરીને ભાવનગર શહેરમાં અતિભારે વરસાદ આવે તો તેમને પહોચી વળવા તંત્ર સક્ષમ છે કે કેમ તે સમગ્ર વિષય ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખાસ કરી ને પ્રભારી મંત્રી તેમજ શિક્ષણમંત્રી દ્વારા આગામી દિવસમાં જો ભારે થી અતિ ભારે વરસાદ પડે તો તંત્ર દ્વારા કેવા પ્રકાર ની વ્યવસ્થાઓ છે તે સમગ્ર મામલે ચર્ચાઓ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...