તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:ભાવનગર શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • જેસર, પાલીતાણા, ભાવનગર માં દોઢ ઇંચ, સિહોર માં એક ઈંચ વરસાદ ખાબક્યો

ભાવનગર જિલ્લામાં રવિવારે મોડી રાત સુધી ભાવનગર શહેર, જેસર અને પાણીતાણામાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં સવાર ભારે બફારા બાદ મોડી રાત્રે શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ની પધરામણી થઈ હતી સાડા બાર વાગ્યે શરૂ થયેલ વરસાદ વહેલી પરોઢના ત્રણ વાગ્યા સુધી વરસ્યો હતો અને સરેરાંશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

આગામી બુધવાર સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં ની આગાહી

ભાવનગર સહિત જિલ્લાના જેસર - 36 મિમી, પાલીતાણા - 35 મિમી, ભાવનગર - 33 મિમી, સિહોર - 25, ઉમરાળા - 8 મિમી, ઘોઘા-4 મિમી, તળાજા - 4 મિમી, વલ્લભીપુર- 3 મિમી પંથકમાં વરસાદ વરસ્યો હતો, જિલ્લાના ધરતીપુત્ર ના જણાવ્યા અનુસાર આ વરસાદ વાવણી કરાયેલી મોલાત માટે વરદાન સમાન છે કારણકે પાકની જરૂરિયાત મુજબ જ વરસાદ વરસતો હોવાનાં કારણે મોલાત વૃદ્ધિ ખૂબ સારી રીતે થાય છે રાજ્ય ના હવામાન વિભાગે આગામી બુધવાર સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં ની આગાહી કરી છે.

વહેલી પરોઢના સાડાત્રણ વાગ્યા સુધી વરસાદ વરસ્યો

ભાવનગર શહેર-જિલ્લામાં નિર્ધારિત સમય કરતાં વહેલું ચોમાસું શરૂ થયું હતું પરંતુ આ વરસાદી માહોલ એકધારો સતત જોવા મળ્યું ન હતું ખંડવૃષ્ટિ વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે . મધરાતે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને તેજ પવન ફૂંકાવા સાથે વાદળો ઘેરાયા હતાં અને વિજળીના તીવ્ર કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રાત્રે સાડાબાર વાગ્યે શરૂ થયેલા વરસાદ વહેલી પરોઢના સાડાત્રણ વાગ્યા સુધી શરૂ રહ્યો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...