આકાશમાંથી અંગારા:લોકડાઉનમાં હિટવેવ દુષ્કાળમાં અધિક માસ, બજારો બપોરે બંધ રાખો, 4થી 7 શરૂ રાખો, સાંજે બહાર નિકળો તો પાણી સાથે રાખો

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં આજે આ વર્ષે ઉનાળાનું મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું અને  લોકડાઉનમાં ખરીદી 4 વાગ્યા સુધી જ કરવાની હોય બપોરે ખરીદી વધી છે પણ બપોરના 12થી 4 દરમિયાન આકાશમાંથી જાણે અંગારા વરસતા હોય તેવી ગરમી વરસી રહી છે. ત્યારે ખરીદી માટે સવારના 9થી 12 વાગ્યા સુધી ખુબ જ ધસારો રહે છે આ સંજોગોમાં જો બપોરે 1થી 4 લોકડાઉન રાખી બજારોને સાંજે  4થી 7 સધી ખુલ્લી  રાખવામાં આવે તો આ કોરોનાથી બે હિનાથી પિડાતા નગરજનોએ કાળઝાળ ગરમીમાં તો કાંઇક રાહત મળે અને ઢળતા સૂર્યપ્રકાશે ખરીદી કરી શકે. તેમજ સવારે 9થી 12 દરમિયાન જે ધસારો રહે છે તે પણ ઓછો થાય અને ભીડ ઓછી થતા કોરોનામાં પણ આ સ્થિતિ સારી ગણી શકાય. વળી હવે સરકારી તંત્ર અને સમાજસેવા કરાનારા સૌ કોઇએ શહેરની બજારોમાં ઠંડા પાણીની વ્યવ્થા કરવી પણ આવશ્યક બની ગઇ છે. કારણ કે સાંજે 4 વાગ્યા પછી બહાર નીકળવાની છૂટ તો 7 વાગ્યા સુધી છે ત્યારે ક્યાંય રસ્તાઓ, બજાર કે સોસાયટીઓમાં પાણી મળતું નથી. આ સંજોગોમાં સાંજે 4થી 7માં બહાર નિકળો તો સાથે પીવાનું પાણી લેવાનું ભુલતા નહી.

અન્ય સમાચારો પણ છે...