વેધર:35.4 ડિગ્રી સાથે આસોના આરંભે ભાદરવા જેવી ગરમી

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 57 ટકા થયુ
  • વરસાદી વાતાવરણ દુર થતા શહેરમાં રાત્રે ઉષ્ણતામાન પણ વધીને 27.4 ડિગ્રી થઇ ગયુ

ભાવનગર શહેરમાં આજથી આસો માસનો આરંભ થયો છે. આ સમયમાં ગરમીનો અંત અને શિયાળાની ગુલાબી ઠંડીનો આરંભ થયો હોય છે. પણ આજે શહેરમાં બપોરના સમયે તાપમાન વધીને 35.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા નગરજનોએ આસોના પ્રથમ દિવસે ભાદરવાના મધ્ય જેવી ગરમીનો અનુભવ બપોરના સમયે કર્યો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને 35.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જેથી બપોરે ગરમી અને બફારો વધ્યો હતો. શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 26.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 27.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. તો વરસાદી માહોલ વિખાતા હવામાં ભેજનું પ્રાનણ ગઇ કાલે 63 ટકા હતુ તે આજે વધી ઘટીને 57 ટકા થઇ ગયું હતુ. આમ, હવે આસોના આરંભે ગરમી ઘટવાને બદલે વધી હતી.

અન્ય સમાચારો પણ છે...