તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:બપોરે તાપમાન 39 ડિગ્રીને વટાવી જતા આકરી ગરમી

ભાવનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • બપોરે ગરમીમાં એક ડિગ્રી સેન્ટિગ્રેડનો વધારો, રાત્રે 25.2 ડિગ્રી તાપમાન થયું

ભાવનગર શહેરમાં આજે બપોરે મહત્તમ તાપમાન પારો 39 ડિગ્રીને વટી જતાં નગરજનોએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. જ્યારે બપોર બાદ 20 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું. ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન વધીને 38.1 ડિગ્રી સેન્ટિગ્રેડ થયું હતું તે આજે 1 ડિગ્રી વધીને 39.1 ડિગ્રી થતા નગરજનોએ ઉનાળાની આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. સાથે બપોરના સમયે ૩૦ કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું.

રાત્રે પણ તાપમાનમાં વધારો થયો હતો. 24 કલાક અગાઉ શહેરમાં લઘુતમ ઉષ્ણતામાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જે આજે 1.2 ડિગ્રી વધીને 25.2 ડિગ્રી સેન્ટિગ્રેડ થયું હતું. હવામાં ભેજના પ્રમાણમાં પણ 11 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો આજે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 17 ટકા નોંધાયું હતું. આમ મહત્તમ તાપમાનની સાથે પવનની ઝડપ પણ વધતા નગરજનોએ આકરા ઉનાળાનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો