હૃદયરોગીઓની સંખ્યામાં વધારો:તીવ્ર ઠંડીમાં હૃદયરોગીઓ 18% વધ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તીવ્ર ઠંડીથી હૃદયની રકતવાહિ‌નીમાં ખેંચ આવી જવાથી સાવધ રહેવું

આ વખતે ડિસેમ્બરના મધ્ય ભાગથી ભાવનગર શહેરમાં શિયાળાની ઠંડી જામી ગઇ છે ત્યારે ટાઢ વધવાની સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હૃદયરોગીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ઠંડીથી હૃદયની રકતવાહિ‌નીઓમાં ખેંચાવ આવી જવાથી હૃદયરોગીઓને આ સિઝનમાં વધુ સાવધ રહેવું આવશ્યક છે.

એક આંક મુજબ શિયાળામાં હૃદયરોગીઓની સંખ્યા સામાન્ય ઋતુની તુલનામાં 18 ટકા વધી જાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં હૃદય રોગના દર્દીઓએ કોઈપણ પ્રકારની કસરત પૂર્વે નિષ્ણાંતને પૂછવું.

હાર્ટ એટેકથી કઈ રીતે બચશો...

  • છાતીમાં કોઈપણ પ્રકારની પીડા થાય અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તો તત્કાલ નિષ્ણાત ડોકટરનો સંપર્ક કરવો
  • હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પિડીત દર્દીઓને નિયમિત ચેકઅપ કરાવવું અને દવા લેવી
  • ઠંડીમાં બહાર નિકળતા પૂર્વે ગરમ કપડા પહેરી રાખવા
  • ખુબ તેલવાળા અને ગળપણવાળા પદાર્થોથી બચવું.

આટલું અચૂક યાદ રાખો
શિયાળામાં સૂર્યોદય બાદ કુમળો તડકો નિકળે ત્યારે જ હૃદયરોગના દર્દી "એ મોર્નિંગ વોક કરવું. સવારે પાંચ કે છ વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. વળી મોર્નિંગ વોકને લીધે શરીરમાં રક્તપ્રવાહની ગતિ વધી જાય છે. આથી વ્યકિતને ગરમીનો અનુભવ થાય છે અને ગરમ વસ્ત્રોને હટાવી લે છે તેમજ કાન-ટોપી વિ. દૂર કરી લે તો ઠંડીની લપેટમાં આવી જવાની શકયતા છે.

હાર્ટ એટેકના લક્ષણો

  • છાતીમાં દર્દ અને ભારેપણું આવી જવું
  • ખભામાં પીડા થવી
  • શ્વાસ લેવામાં તકલીફ ઉત્પન્ન થવી
  • વધુ પડતો પરસેવો થવો
અન્ય સમાચારો પણ છે...