રજૂઆત:જવાહર મેદાન ખાતે કાલે પડતર પ્રશ્ને આરોગ્ય કર્મચારીઓના ધરણા

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ધરણા અને રેલી, કલેક્ટર-ડી.ડી.ઓ.ને કરાશે રજૂઆત

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો નહીં ઉકેલાતાં અચોક્કસ મુદતની હડતાલ પર છે ત્યારે આગામી તા.9ને શુક્રવારના રોજ શહેરના જવાહર મેદાનમાં વિશાળ સંખ્યામાં ધરણા કરી રેલી સ્વરૂપે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવશે.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત છતાં પ્રશ્નો અણઉકેલ થતાં અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જે અનુસંધાને આગામી તા.9 ને શુક્રવારે ભાવનગરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિતિ રહેશે.

શુક્રવારે સવારે 11 કલાકે શહેરના જવાહરમેદાન ખાતે ધરણા યોજાશે ત્યારબાદ રેલી કાઢી આવેદનપત્ર પાઠવશે. જેમાં જવાહરમેદાન થી રબ્બર ફેક્ટરી, માધવ દર્શન, સંતકંવરરામ ચોક, કાળાનાળા થઈ કલેક્ટરને અને ત્યારબાદ જિલ્લા પંચાયત ખાતે વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવશે. ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓ આગામી 9મીના રોજ ધરણામાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...