હડતાળ:પગાર સહિતની માગ સાથે આરોગ્ય કર્મીઓ કાલથી હડતાળ પર

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં એકતરફ તલાટીઓની હડતાલ ચાલી રહી છે ત્યારે હવે જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓએ પણ પોતાની પડતર માગણીઓના સંદર્ભમાં 8 ઓગસ્ટને સોમવારથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આ મામલે જણાવ્યું છે કે આરોગ્ય કર્મચારીઓની ત્રણ મુખ્ય માગણીમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર માટે 1900નો ગ્રેડ પે વધારીને 2800 કરવો, પ્રાઇવેટ ટ્રાવેલિંગ એલાઉન્સ અને કોરોના સમયે કેર સેન્ટરમાં જે ફરજ બજાવી હતી તેનું મહેનતાણું અલગથી આપવું. આ માગણીઓનો સરકારે અગાઉ સ્વીકાર કર્યો હોવા છતાં આજદિન સુધી અમલ થયો નથી. તેથી ચોથી વખત હડતાલ ઉપર જવાનો નિર્ણય કરવાની ફરજ પડી છે. જેમાં ભાવનગરના 700થી વધુ આરોગ્ય કર્મચારીઓ જોડાશે.

ભાવનગર સહિત 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ટીએચએસ, ટીએચવી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવી કેડરોના તમામ ફિલ્ડ કર્મચારીઓ હડતાલમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...