દેશમાં મોટાભાગે આ મહિનાનાં અંતમાં ત્રીજી લહેર આવવાની વાતો ચર્ચાઈ રહી છે ત્યારે સર.ટી. હોસ્પિટલ દ્વારા 25 કરોડ નાં ખર્ચે હોસ્પિટલ કેમ્પસ માં અને 2.2 લેપ્રસી હોસ્પિટલ ખાતે સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સર.ટી. હોસ્પિટલ ખાતે કુલ 1030 કોરોના માટેના બેડ છે. પ્રથમ લહેરમાં આ બેડની સંખ્યા 815 હતી જે વધારવામાં આવી છે. આ તમામ બેડને સેન્ટ્રલ ઓકિસજન લાઈન થી જોડીને તમામ બેડ સુધી ઓકિસજન પહોંચાડી શકાય તેવી તૈયારી કરવામાં આવી રહી છે.
જે બેડ પર લાઈન ન પહોંચી શકે ત્યાં ઓકસીજન નાં બાટલા ચઢાવીને પણ સારવાર આપી શકાશે. હાલમાં સર.ટી. પાસે 500 જેટલા ઓકિસજન નાં બાટલા ઉપલબ્ધ છે. દરદીઓની સારવાર માટે 244 વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. એટલેકે કુલ બેડ પર સારવાર લઈ રહેલા દર્દીઓનાં લગભગ 23 ટકાને તાત્કાલિક વેન્ટિલેટર ની મદદ આપી શકાશે. લેપ્રસી હોસ્પિટલ માં પણ 150 બેડ માં વધારો કરીને 300 ની સંખ્યા કરવામાં આવશે અને 1000 એલ.પી.એમ વાળા એક પ્લાન્ટ ની પણ સ્થાપન થઈ ગઈ છે.
સર ટી. હોસ્પિ.ખાતે મેડિકલ, નોન મેડિકલની ટ્રેનિંગ લગભગ પૂર્ણ
ગુજરાત સરકાર દ્વારા વધારે 2000 જેટલા વેન્ટિલેટર ની ખરીદી કરવામાં આવી છે. આ વેન્ટિલેટરમાંથી પણ કેટલાક ભાવનગર ને ફાળવવામાં આવશે. ભાવનગર માં જિલ્લા અને હોસ્પિટલ લેવલે કામગીરી થઇ રહી છે. સર.ટી. ખાતે હાલમાં તમામ મેડિકલ, નોન મેડિકલ સ્ટાફ ની ટ્રેનિંગ લગભગ પૂર્ણ થવામાં છે. > ડો.જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપરીટેન્ડન્ટ સર.ટી. હોસ્પિટલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.